પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

५८-सोन कंसारी

નો જન્મ વિક્રમની તેરમી સદીમાં શંખોદ્વાર બેટમાં દૂદનશી વાઘેલા નામના રાજાને ત્યાં સોઢી રાણીના પેટે થયો હતો. એ કન્યાનો જન્મ થતાં એક જ્યોતિષીએ ભવિષ્ય ભાખ્યું હતું કે, આ બાલિકાને વૈધવ્યનો યોગ છે. રાજાને એ જોશી ઉપર વિશ્વાસ હોવાથી, એવી કમભાગ્ય કેન્યાને ઘરમાં ન રાખતાં એક પેટીમાં મૂકીને સમુદ્રમાં તરતી મૂકી. એ પેટીની બે બાજુ દૂધનાં બે પાત્રો ગોઠવી, તેમાં રૂના કાકડાવાટે કે નળી વાટે એ દૂધ બાળકીના મુખમાં જાય, એવી વ્યવસ્થા કરી હતી.

એ પેટી તરતી તરતી મિયાણી બંદર જઈ પહોંચી અને ત્યાં આગળ એક કંસારાને હાથ લાગી. કંસારાને છોકરૂં નહિ હોવાથી, તેણે એ બાળકીને પોતાને ઘેર લઈ જઈને પોતાની કન્યા તરીકે ઉછેરી. એ કન્યા મોટી થઈ, ત્યારે તેના સૌંદર્યે અલૌકિક છટા ધારણ કરી. રાજતેજ તે કાંઈ છાનું રહે?

મિયાણીનો રાજા પ્રભાતસિંહ તેને જોઈને મોહ પામી ગયો અને એનું લગ્ન પોતાની સાથે કરવા સારૂ કંસારાને ત્યાં માગું મોકલ્યું. કંસારો ગભરાયો અને રાજ્યના જુલમની બીકથી કન્યાને લઈને પોતાની પત્ની સહિત ગામ અને ઘરબાર છોડીને પોતાને સાસરે ઘુમલી જવા નીકળ્યો.

ઘુમલી બરડા પર્વતની ખીણમાં વસેલું એક સુંદર નગર હતું. ત્યાં જેઠવા વંશના રાજાઓ રાજ્ય કરતા હતા. કંસારો ત્યાં પહોંચ્યો, તે સમયે ત્યાં ભાણજી નામનો રાણો રાજ્ય કરતો હતો. રાણાની રાણીનું નામ સૂરજદેવી હતું. એનો એક ભાઈ રાખાપત નામનો હતો. એ ઘણો સુંદર, તેજસ્વી અને વીર હતો. માતાપિતાએ લાડ લડાવેલાં હોવાથી રિસાળ, ઉચ્છૃંખલ અને સ્વેચ્છાચારી પણ હતો. ઘેર લડાઈ થવાથી એ