પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૯
વિષ્ણુપ્રિયા



પતિના ધર્મકાર્યમાં આડખીલીરૂપ ન થવું. મારું જીવન તમને વિઘ્નરૂપ થઈ પડ્યું હોય તો ધૂળ પડી એ જીવતરમાં ! હું આ જીવનને વધારે દિવસ ટકાવી રાખીશ નહિ. હું ઝેર ખાઈને મરીશ. એથી સુખે તમે ઘરમાં રહીને જ ધર્મકર્મ કરજો. ગૃહત્યાગ કરવાની આવશ્યકતા પછી રહેશે નહિ. હે નાથ ! તમારા સાધનપંથનો કાંટો,તમારા ધર્મજીવનની શત્રુ-આ હતભાગિનીને વિદાય આપો!”

શ્રીમતીના હૃદયમાં આજે વિષમ વેદના હતી. મનમાં દારુણ વ્યથા હતી. આજ એમનાથી બહુ બોલી પણ શકાતું નહોતું. એમનાં બંને કમળલોચનમાંથી અવિરત અશ્રુધારા વહેતી હતી.

શ્રીગૌરાંગ આટલી વાર પત્નીનો મર્મભેદી, હૃદયવિદારક, વિષાદપૂર્ણ વિલાપ સાંભળતા હતા. એમના દરેક શબ્દ એમના હૃદયને બાણની પેઠે વીધતો હતો. શ્રીગૌરાંગના હૃદયમાં પત્નીનો વિલાપ સાંભળીને દારુણ વેદના થઈ. મનના ભાવને છુપાવીને શ્રીગૌરાંગ પત્નીને પ્રેમપૂર્વક લાડ લડાવવા લાગ્યા. પત્નીને સેંકડો વાર તેમણે સ્નેહસૂચક ચુંબન કર્યું. તેમની એ પ્રેમચેષ્ટાએ જોઈને વિષ્ણુપ્રિયા મનમાં વિચારવા લાગ્યાં “ખરેખર ! શું આ સ્વામી મને છોડીને ચાલ્યા જશે ?” એટલામાંજ એમનો મનોભાવ સમજી જઇને શ્રીગૌરાંગ બોલ્યાઃ “પ્રાણાધિકે! પ્રિયતમે! તને કોણે કહ્યું કે, હું તને છોડીને ગૃહત્યાગ કરવાનો છું? તું નકામી શોક કરી રહી છે અને તારા મન તથા શરીરને પીડા પમાડી રહી છે. હું તને કહ્યા વગર કદી જનાર નથી એ ખાતરી રાખજે અને નાહક દુઃખી થઈશ નહિ.” પતિનાં આ આશ્વાસન-વાક્યોથી વિષ્ણુપ્રિયા પ્રેમસાગરમાં ડૂબી ગયાં. તેમનું બધું દુઃખ દૂર થઈ ગયું. દુઃખની એક પણ વાત એ વખતે તેમને સાંભરી નહિ. પતિસુખમાં એ નવયુવતીએ આખી રાત ગાળી. દુઃખમય સંસાર અત્યારે તો એમને સુખનો ભંડાર જણાયો. પરંતુ એ સુખમાં પણ વિષ્ણુપ્રિયાને વિષમ દુઃખનું ચિહ્ન જણાયું. પ્રાણવલ્લભના મુખ સામું નીરખતાં એ મલિન જણાયું. પતિની આંખમાં આંસુ હતાં, એમના હૃદયમાં કાંઈ ગુપ્ત ભાવ છુપાયલો જણાતો હતો. આ બધી પ્રેમચેષ્ટા ઉપરની હતી એમ લાગતું હતું. એ વિચાર ઉત્પન્ન થતાંજ વિષ્ણુપ્રિયાને ફરીથી શંકાઓ ઉત્પન્ન થઈ. પતિના બન્ને હાથ પકડીને પોતાના વક્ષ:સ્થળ ઉપર ધારણ કરીને એ કહેવા લાગ્યાં: “હૃદયવલ્લભ! મને લાગે છે કે તમે મારી સાથે