પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


કોઈ પણ નથી, જો તું કોઈપણ જાતની આનાકાની કરીશ તો ઘણી દુઃખી થઈશ. માટે તું મારી સ્ત્રી થા,” સુભટનાં આવાં વચન સાંભળીને ધારિણી કંપી ઊઠી; તથાપિ તેનામાં હિંમતનો ભારે ગુણ હોવાથી તે ગુસ્સો કરીને સુભટ પ્રત્યે બોલી: “ દષ્ટ દુરાચારિ ! આવાં કુવચન બોલનારી તારી જીભને છેદી નાખ. હું કોણ છું, તે તું જાણતો નથી ? હું શુદ્ધ ક્ષત્રિયાણી છું. મારાં ઉભય કુળ શુદ્ધ અને નિષ્કલંક છે. હું હંમેશાં પ્રભુની ભક્તિ કરનારી છું. હે દુષ્ટ ! તું અજ્ઞાની જણાય છે. તને હિંદુ સ્ત્રીઓના પાતિવ્રત્યધર્મના મહિમાનું જ્ઞાન નથી, નહિ તો તું આવાં દુર્વચન બોલત નહિ.” આ ઉપરાંત બીજી પણ અનેક રીતે ધર્મની વાતો કહીને સતી ધારિણીએ સુભટને ઉપદેશ આપ્યો; પણ એ તો એટલો બધો કામાંધ થઈ ગયો હતો કે સતીના સદુપદેશે તે પાષાણ હૃદયના સુભટ ઉપર જરા પણ અસર કરી નહિ. એ દુરાચારી સુભટ સતી ધારિણી ઉપર બળાત્કાર કરવા ગયો, એટલે ધારિણીએ પોતાનું શિયળ સાચવવા સારૂ પોતાની જીભને કરડીને પ્રાણનો ત્યાગ કર્યો. સતીત્વની ખાતર પ્રિય પ્રાણનો ત્યાગ કરનાર પતિવ્રતા સન્નારી ધારિણીને ધન્ય છે !