પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


 મારા અંતરમાં તું સદા બિરાજમાન રહેશે. હું પણ તારા અંતરમાંથી ખસવાનો નથી. કેવળ લોકશિક્ષાને સારૂ મારો આ સંન્યાસ છે. તારા ઉપર મારો જે પ્રેમ છે તે અવિચ્છિન્ન રહેશે. તારી આંખથી આઘે થતાંવારજ તારા પ્રત્યે મારો પ્રેમ સોગણો વધી પડશે, એ સુખ વિરહજન્ય સુખ હશે, એ પ્રીતિ ખરી પ્રીતિ હશે. તું મને વીસરી નહિ શકે એ હું સારી પેઠે જાણું છું.”

આટલાથી પણ વિષ્ણુપ્રિયાને સંતોષ ન થયો. તેમણે કહ્યું: “તમે સંન્યાસી થઈને ઘરબાર છોડો એ મને પસંદ નથી. હાલ સંસારમાં ચિત્ત ન ચોટતું હોય તો ભલે તીર્થયાત્રા નિમિત્તે બહાર જઈ લોકોનું કલ્યાણ કરી આવો, પરંતુ તમે સંન્યાસી થશો તો લોકોમાં મારી નિંદા થશે. સતીસાધ્વી સ્ત્રીઓ ટીકા કરશે કે, મારી ખાતરજ સ્વામીએ ઘરબાર છોડીને સંન્યાસ લીધો. મારાથી એ અપવાદ સહન નહિ થાય.”

શ્રી ગૌરાંગની વ્યવહા૨બુદ્ધિનો લોપ થયો નહોતો. એમને લાગ્યું કે, દેવીની એ દલીલ બહુ સાચી છે. એમણે પત્ની આગળ પોતાનો પરાજય તો સ્વીકાર્યો પણ જ્ઞાન આપવું ન છોડ્યું. હવે એમણે પ્રભુની સહાયતા માગીને પત્નીને દિવ્ય જ્ઞાન આપ્યું. શ્રીચૈતન્યને વિષ્ણુના અવતાર માનનારા ભક્તો એમ પણ માને છે કે શ્રીગૌરાંગે પત્નીને દિવ્ય ચક્ષુ આપ્યાં, જેથી થોડી વારમાં એમણે જોયું કે સામે તેમના સ્વામીને બદલે શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ચતુર્ભુજ વિષ્ણુની મૂર્તિ સાક્ષાત્ ઊભી છે.

શ્રીમતી વિષ્ણુપ્રિયાએ એ મૂર્તિનાં દર્શન કરીને કહ્યું: “પ્રભુ ! તમારૂં આ ચતુર્ભુજ સ્વરૂપ સમેટી લો. તમારું આ રૂપ મને સારૂં લાગતું નથી, મારે ઐશ્વર્ય જોઈતું નથી; હું અબળા રમણી છું, સ્વામીજ મારા પરમ દેવતા છે, મારે સ્વામી સિવાય બીજું કાંઈજ જોઈતું નથી. મારા સ્વામીનાથ ક્યાં ગયા? તમને પગે પડું છું, મારા સ્વામી મને પાછા આપો.” એટલું કહીને દેવી પ્રભુના ચરણમાં પડીને રોવા લાગ્યાં. શ્રીગૌરાંગે પોતાનું એ રૂપ સંવરણ કરી લીધું. દેવીએ જોયું કે પતિ પોતાને ખોળામાં લઈને લાડ લડાવી રહ્યા છે. શ્રીગૌરાંગે પોતાનો પરાજય સ્વીકારીને કહ્યું: “પ્રિયતમે ! તું ખરેખરી સાધ્વી છે. તેં મારી ચતુર્ભુજ નારાયણ મૂર્તિની પણ ઉપેક્ષા કરી છે. તારી પતિભક્તિ, તારો પતિપ્રેમ જોઈને હું મુગ્ધ થઈ ગયો છું. તને છોડીને