પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૯
અહલ્યાબાઈ



ધ્યાન આપતો થઈ ગયો છે, પણ હવે યુદ્ધકળામાં પણ રસ લે, તો અમે બંને જણા આ પ્રાંતની ઉન્નતિ કરવાનું અને રાજ્યનો વિસ્તાર કરવાનું કામ હાથમાં લઈએ.” અહલ્યાબાઈએ વિનયપૂર્વક પતિને સસરાની ઈચ્છા જણાવી. પરિણામ એ આવ્યું કે, ખંડેરાવે યુદ્ધકળા શીખવાનું શરૂ કર્યું અને થોડા સમયમાં સારી યોગ્યતા પ્રાપ્ત કરી લીધી. ફુરસદના વખતમાં પિતાની સાથે યુદ્ધમાં જવાનું પણ તેણે શરૂ કરી દીધું.

મલ્હારરાવે જોયું કે, પુત્ર યુદ્ધવિદ્યામાં અને પુત્રવધૂ રાજકાર્યમાં હવે નિપુણ થઈ ગયાં છે, ત્યારે એમણે યુદ્ધમાં પુત્રને સાથે લઈ જવાનો અને પોતાની ગેરહાજરીમાં રાજનો બધો કારભાર અહલ્યાને સોંપવાનો નિયમ કર્યો. અહલ્યાબાઈએ રાજપ્રબંધનું કામ પણ કુશળતાથી ચલાવ્યું. એ સંબંધમાં સર જોન માલકમ નામના ઈતિહાસવેત્તા લખે છે કે, “જૂનાં દફતરો તપાસતાં એ વાત સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે, મલ્હારરાવ જ્યારે જ્યારે પોતાના રાજ્યથી દૂર જતા, ત્યારે ત્યારે રાજ્યકાર્યનો સંપૂર્ણ ભાર પોતાની પુત્રવધૂ અહલ્યાબાઈને સોંપી જતા હતા. ખરૂં જોતાં અહલ્યાબાઈએ રાજકાજને સારી રીતે ચલાવવાનો અનુભવ એવા પ્રસંગોથીજ પ્રાપ્ત કર્યો હતો.”

અમે ઉપર જણાવી ગયા છીએ તેમ, પુરાણકથા આદિ શ્રવણ કરવામાં અહલ્યાબાઇની અધિક રુચિ હતી. રામાયણ અને મહાભારતની કથાઓ એ ઘણીજ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતાં અને એમાં સ્ત્રી જાતિના તથા રાજ પરિવારની મહિલાઓનાં જે કર્તવ્ય કહ્યાં છે, તેનું યથાવિધિ પાલન કરતાં ને વિદ્વાન બ્રાહ્મણોને હાથે પુણ્યકર્મ પણ કરાવતાં. ભગવદ્ભક્તિ તથા શાસ્ત્રના શ્રવણને લીધે એમનું ચિત્ત સદા નિર્મળ રહેતું હતું. એજ ગુણોને લીધે એક વિશાળ રાજ્યનો પ્રબંધ એમણે ઘણી યોગ્યતાપૂર્વક ચલાવીને લોકોમાં વિખ્યાતિ મેળવી હતી.

સંસારમાં સુખ અનિત્ય છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એમ ચક્ર ફર્યા જ કરે છે. દેવી અહલ્યાબાઇનું સુખ પણ અલ્પ કાળનું જ નીવડ્યું. ઈ. સ. ૧૭૭૪માં મલ્હારરાવ પુત્રને સાથે લઈને રજપૂતાનાનાં રાજ્યોમાં ચોથ ઉઘરાવવા ગયો અને ભરતપુર રાજ્યના ડીગની પાસે કુંભેરના કિલ્લા ઉપર ચડાઈ કરી. તે યુદ્ધમાં વીર ખંડેરાવનું મૃત્યુ થયું. અહલ્યાબાઈની વય