પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૧
અહલ્યાબાઈ



કેટલાં બધાં ખૂન, કેટલી વિશ્વાસઘાતકતા અને કેટલા બધા અનાચારથી પૃથ્વીને કલંકિત કરી છે, તેનું ઠેકાણું નથી, પણ રાજ્યગાદીએ બેઠેલાં અહલ્યાબાઈ કોઈ દિવસ એવા લોભને વશ થયાં નથી. હિંદુ રમણી તરીકે પૂજા–અર્ચના, અતિથિ અને બ્રાહ્મણસેવા, પ્રજાને ધર્મ સાધવામાં સહાયતા, દુઃખીઓનાં દુઃખમોચન આદિ પરોપકારી કાર્યો કરવાં તથા રાણી તરીકે પ્રજાના અભાવ દૂર કરવા અને સર્વ પ્રકારે તેમને સુખશાંતિમાં રાખીને તેની ઉન્નતિ કરવી, એજ અહલ્યાબાઈના હૃદયની મુખ્ય ઈચ્છા હતી. રાજ્યના કલ્યાણને માટે તથા પોતાના કુળનો માનમરતબો સાચવવા માટે રાજ્ય ચલાવવામાં જેટલી ખટપટ કરવી પડતી, તેથી વધારે ખટપટમાં એ કદી પડતાં નહિ.

નારી તરીકે તથા રાણી તરીકે જે જે કામો તેમને કરવા યોગ્ય લાગ્યાં હતાં, તે તે કામો પાર પાડવાને માટે તેમને વધારે ફુરસદની જરૂર હતી. ત્યારે એમને ખાતરી થઈ કે, તુકોજી રાજ્ય કામનો ઘણો બોજો ઉપાડી લેવાને યોગ્ય અને વિશ્વાસપાત્ર છે, ત્યારે તેના હાથમાં યુદ્ધ–વિગ્રહ અને રાજ્યની અંદરની વ્યવસ્થાનું કામ સોંપ્યું.

અહલ્યાબાઈએ બતાવેલી રાજનીતિ પ્રમાણે તથા તેના પ્રતિનિધિ તરીકે તુકોજી રાજ્યની વ્યવ્સથા કરવા લાગ્યો. એક અમેરિકન સન્નારીના શબ્દોમાં કહીએ તો “અહલ્યાબાઈ વિચારશીલ મગજરૂપ હતી અને તુકોજી સેવાપરાયણ હસ્તરૂપ હતો.”

એ સમયે આખા રાજ્યના ત્રણ ભાગ પાડવામાં આવ્યાં હતા. પહેલો ભાગ સાતપૂડાની પેલી પાર દક્ષિણ તરફ, બીજો સાતપૂડાની ઉત્તર તરફ અને ત્રીજો મહેશ્વરની પેલી તરફ રજપૂતાના સુધી હતો. એ ત્રીજા ભાગમાં હોલ્કર સરકારને ચોથ ભરનારાં રાજ હતાં. જે સમયે તુકોજી દક્ષિણ ભાગની વ્યવસ્થા કરતો, તે સમયે અહલ્યાબાઈ ઉત્તરની વ્યવસ્થા ઉપર દેખરેખ રાખતાં અને એ જ્યારે ઉત્તરની વ્યવસ્થા કરતો, ત્યારે પોતે દક્ષિણનો પ્રબંધ પોતાનાજ હાથમાં લેતાં.

આખા રાજ્યના ખજાનાની વ્યવસ્થા તેમણે પોતાનાજ હાથમાં રાખી હતી. આવકજાવકનો હિસાબ બહુ સારી રીતે રાખતાં હતાં, એમનો પ્રભાવ રાજ્યના અમલદારો ઉપર બહુ