પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



સૂનું સૂનું લાગશે, પણ તારા હિતની ખાતર એ હું શાંતિથી સહન કરીશ. વિદાય વખતે હું તને જે શિખામણ આપું છું, તે ગાંઠે બાંધજે. તું હવે છેક નાદાન નથી; પરમાત્માએ તને સારૂંંખોટું સમજવા જેટલી બુદ્ધિ આપી છે. મેં તને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ પણ અપાવ્યું છે, એનો સદુ૫ચોગ કરજે. સ્વામીનેજ પોતાનો આરાધ્ય દેવ માનજે. સર્વદા એનો આદરસત્કાર તથા સેવાસુશ્રૂષા કરજે. સ્ત્રીને માટે સ્વામી ઈશ્વર સમાન છે; માટે એની મરજી વિરુદ્ધ કોઈ કાર્ય ન કરીશ. સદા એને પ્રસન્ન રાખવા પ્રયત્ન કરજે, ભેગવિલાસની ઈચ્છા ન કરતી. ધર્મનો ભય રાખીને ઈશ્વરભક્તિમાં લીન રહીને સદા પતિસેવામાં જીવન ગાળજે. પતિ ઘેર આવે, ત્યારે એની સાથે હસીને વાત કરજે. પતિથી કોઈ વાત છુપાવીશ નહિ. એની આગળ કદી જૂઠું તો બોલીશ જ નહિ. ભૂલ થઈ જાય, તો કારણ બતાવી તરતજ ક્ષમા માગજે અને ફરીથી એવી ભૂલ ન થાય તેને માટે સાવધાન રહેજે.

“પતિવ્રતાનો ધર્મ પાળવામાં સાવિત્રી, દમયંતી અને સીતાજીનું અનુકરણ કરજે. બહારથી જોતાં તમે બન્ને જુદાં જણાઓ છો, પણ આ લગ્ને તમને એક બનાવ્યાં છે. હવે બન્ને એક તન, મન અને પ્રાણ બની જશો. કલહને કદી તારા ઘરમાં પ્રવેશ પણ ન પામવા દેતી. કજિયો એ સર્વ દુઃખનું મૂળ છે. શાંતિનો તો એનાં પગલાં થતાંજ નાશ પામે છે, માટે સર્વદા તમે બન્ને પરસ્પર પ્રેમથી વર્તજો અને અખંડ સુખ ભોગવજે.” એમ કહીને પ્રેમપૂર્વક પુત્રીને છાતીસરસી ચાંપીને આશીર્વાદ દઈને વરકન્યાને વિદાય કર્યાં.

યશવંતરાવ અને મુક્તાબાઈનો સંસાર સુખમય નીવડ્યો. બન્નેનો એકબીજા ઉપર અસીમ પ્રેમ હતો. એ પ્રેમબંધનને દૃઢ કરનાર એક સુંદર પુત્ર પણ મુક્તાબાઈને જન્મ્યો. લાડમાં એ છોકરાનું નામ નત્યોબા પાડવામાં આવ્યું. અહલ્યાબાઇનો એ બાળક ઉપર વિશેષ સ્નેહ હતો. એને એ પોતાના પુત્ર સમાન ગણીને, લાડમાં ઉછેરતાં હતાં. છોકરો ઘણુંખરૂં ઇંદોર રહેતો હતો અને વચમાં થોડો વખત મહેશ્વરમાં માતાપિતાને મળવા જઈ આવતો હતો. એ પ્રમાણે એક સમયે મુક્તાબાઈએ પુત્રને ઈંદોરથી બોલાવી મંગાવ્યો હતો. થોડા દિવસ એ આનંદમાં માતપિતાની સાથે રહ્યો, ત્યાંજ એને તાવ આવ્યો અને એમાંથી