પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો




“વાંકો અંતિમ મિલન, કહો કૈસે દરસાઉં ?
શોકસિંધુ કી થાહ, કહા કર શો સમઝાઉં.
હૈ યહ નહિ સો વિદા, સુતા જબ પતિ ઘર જાતી;
અંક ભરત હી જબૈ, માત કી ભરતી છાતી.
હૈ યહ એસી વિદા, ફેરી મિલનો નહિ હવૈ હૈ:
કાલસિંધુમેં બૂડિ, ફેરી કો ઉપર ઐહે,
પરમ કઠિન યહ દૃશ્ય, પહુંચ બાનીકી નાહીં;
જો તુમ સો બનિ પરે, કરો અનુભવ મનમાંહી.”

હાય ! આ તો છેવટની વિદાય છે. હવે પછી માતાપુત્રી કદી મળનાર નથી. પુત્રી કાળાસમુદ્રમાં ડૂબી જનાર છે, જ્યાંથી કઈ પાછું ફરતું નથી.

ત્યારપછી વિધવા મુક્તાબાઈએ પતિના દેહને હૃદય સાથે ચાંપીને ભયભીત અને કાંપતા હાથે પોતાના ખોળામાં મૂક્યો અને પોતે ચિતા ઉપ૨ બિરાજમાન થઈ પછી અત્યંત સુવાસિત સામગ્રીઓથી રચાયેલી એ ચિતામાં સળગતી આગ મૂકવામાં આવી. જોતજોતામાં યશવંતરાવનો મૃત તથા દેવી મુક્તાનો સજીવ દેહ બંને ભસ્મીભૂત થઈ ગયા.

બ્રાહ્મણોએ પકડી રાખેલાં અહલ્યાબાઈ એમના હાથમાંથી છુટીને છાતી–માથાં ફૂટી રહ્યાં હતાં. ઘણી વાર તો એમણે સળગતી ચિતામાં કૂદવાનો પ્રયત્ન કર્યો, પણ બ્રાહ્મણોએ પકડી લઈને તેમનો જીવ બચાવ્યો અને બેહોશ અવસ્થામાં એમને ઘેર પાછાં લઈ જવામાં આવ્યાં.

અહલ્યાબાઈએ પુત્રી તથા જમાઈના પુણ્યાર્થે એક સુંદર સ્મારક બંધાવ્યું.