પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


 કરીને સાસુ તેના ઉપર ઘણી અપ્રસન્ન થઈ અને રાતદિવસ તેની ખોડખાંપણ કાઢવા તથા તેની વિરુદ્ધ પુત્રના કાન ભંભેરવા લાગી; પરંતુ બુદ્ધદાસ સમજુ હતો. તેણે માતાના કહેવા ઉપર વિશ્વાસ કરીને સ્ત્રી સુભદ્રાને દુઃખ દીધું નહિ. એ તો સદા એમજ કહ્યા કરતો કે, “સુભદ્રાના સતીત્વ માટે મને પૂર્ણ વિશ્વાસ છે.”

એક દિવસ એવું બન્યું કે એક જૈન સાધુ સુભદ્રાને ત્યાં ભિક્ષા માગવા આવ્યા. એ વખતે એ સાધુની આંખમાં તણખલું પડ્યું હતું. દેહના સુખની વધારે ચીવટ ન રાખવી જોઈએ, એમ ધારીને સાધુએ તણખલું આંખમાંથી કાઢવાની તસ્દી લીધી ન હતી, પણ કોમળહૃદયા સુભદ્રાથી સાધુનું આ દુઃખ જોઇ શકાયું નહિ. તેણે પોતાની સુકોમળ જીભ વડે જૈન મુનિની આંખમાંથી એ તણખલું કાઢી નાખ્યું. એ વખતે સુભદ્રાના લલાટ સાથે મુનિના લલાટનો સ્પર્શ થયેલ અને દેવવશાત્ સુભદ્રાના લલાટમાંના ચાંલ્લાનું કેસર મુનિના કપાળમાં ચોંટી ગયું. સાધુના કપાળમાંનું આ તિલક સુભદ્રાની સાસુની દૃષ્ટિએ પડ્યું. તેણે આ વાત પૂરાવા સહિત પોતાના પુત્ર બુદ્ધદાસને જણાવી અને એ દિવસથી બુદ્ધદાસ પત્ની સુભદ્રા ઉપર ઘણો અપ્રસન્ન રહેવા લાગ્યો. પતિના પ્રેમથી વિમુખ રહેવાથી સતી સુભદ્રાના હૃદયને ઘણો ઊંડો ઘા લાગ્યો. તેણે ઈશ્વરના ધ્યાનમાં તથા વ્રતનાં અનુષ્ઠાનમાં ચિત્ત લગાડ્યું અને પોતાને આ અધમ કલંકમાંથી મુક્ત કરવાને દેવદેવીઓની આકુળ હૃદયે પ્રાર્થના કરી. આખરે દેવીએ પ્રસન્ન થઈને કહ્યું: “હે સતિ ! તું કાલે કલંકથી મુક્ત થઈશ.”

બીજે દિવસે સવારે રાજ્યમાં આશ્ચર્ય ફેલાયું; કારણ કે દરવાનો દરવાજા ઉઘાડવા ગયા ત્યારે એકે દરવાજો ઊઘડ્યો નહિ. આથી તેઓ રાજા પાસે ગયા અને તેને સઘળી હકીકત નિવેદન કરી. રાજાએ તે દરવાજા આગળ ઊભા રહીને કમાડ ઉઘડાવવા ઘણોએ પ્રયત્ન કર્યો, પણ કાંઈ વળ્યું નહિ. આ કોઈ દેવકોપ હશે એમ ધારીને રાજા મનમાં ને મનમાં ઈશ્વરની આરાધના કરવા લાગ્યો. એટલામાં આકાશવાણી થઈ કે, “જે કોઈ સતી સ્ત્રી સૂતરના કાચા દોરાથી ચાળણી વડે કૂવામાંથી પાણી કાઢીને દરવાજાને છાંટશે, તેનાથી આ દરવાજા ઊઘડશે.”

આકાશવાણીને અનુસરીને રાજાએ ઢંઢેરો પિટાવ્યો કે, “જે સ્ત્રી એ પ્રમાણે કરીને દરવાજા ઉઘાડશે, તેને રાજા તરફથી ઘણું