પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



१०–श्री देवी

સતી શ્રીપુર નગરના રાજા શ્રીધરની રાણી હતી. તે ઘણી સ્વરૂપવાન હતી. તેણે ધાર્મિક અને સાંસારિક બાબતોનો સારો અભ્યાસ કર્યો હતો. તેથી તે વિનય, આચારવિચાર, નીતિ અને સ્ત્રીધર્મ વગેરેમાં પ્રવીણ હતી. તેના ગુણથી શ્રીધર રાજા તેના ઉપર ઘણોજ રાગી હતો. શ્રીધર એ સદ્‌ગુણી રાણીના સહવાસમાં રહી પોતાના જીવનને સાર્થક કરતો હતો.

એક વખતે શ્રીધર રાજા શ્રીદેવીને લઈ ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયો. ત્યાં કમલકેતુ નામનો એક વિદ્યાધર ફરવા નીકળ્યો હતો, તે શ્રીદેવીનું સૌંદર્ય જોઈ મોહિત થઈ ગયો. પછી તે માયાથી અદૃશ્ય થઈ શ્રીદેવીનું હરણ કરીને તેને પોતાને સ્થાને લઈ ગયો અને તેણે ભોગને માટે શ્રીદેવીની પ્રાર્થના કરી. એ દુરાચારીની નઠારી પ્રાર્થના સાંભળી, સતી શ્રીદેવીએ પોતાના કાન બંધ કરીને કહ્યું: “ભાઈ વિદ્યાધર ! આવું દુર્વાક્ય બોલ નહિ. હૃદયમાં વિચાર કર, જે પુરુષ પોતાને આધીન એવી વિવાહિત સ્ત્રી છતાં પરદારાનું સેવન કરે છે, તે જળના ભરેલા પૂર્ણ સરોવરને મૂકી ઘડામાંથી જળ પીનારા કાગડાના જેવો છે. વળી પરસ્ત્રીના સમાગમથી નરકમાં જવું પડે છે. અરે કામિ ! આવી દુરાશા કરી તારા માનવ આત્માને અધોગતિમાં શા માટે લઈ જાય છે?

“વળી હે વિદ્યાધર ! શું તેં શીલનો પ્રભાવ નથી સાંભળ્યો ? શીલ એ સ્વર્ગના સુખનું દ્વાર છે. શીલધારી બ્રહ્મચારી પુરુષને વિમાનવાસી દેવતાઓ, જ્યોતિષી દેવતાઓ, ભુવનપતિ દેવતાઓ, વૃક્ષવાસી યક્ષો, રાક્ષસો અને વ્યંતરજાતિના દેવતાઓ–એ સર્વે નમસ્કાર કરે છે.” શ્રીદેવીના આવા ઉદ્‌બોધકારી વચનોથી વિદ્યાધર કમલકેતુ પ્રતિબોધ પામી ગયો. તે પોતાના કુકર્મનો પશ્ચાત્તાપ કરતો બોલ્યો: “બહેન ! મારો અપરાધ ક્ષમા કરજે. તું ખરેખરી