પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१२–शिवा

મહાસતી વિશાલાનગરીના રાજા ચેટકની પુત્રી હતી. બાલ્યાવસ્થાથીજ તેણે ઊંચા પ્રકારનું શિક્ષણ મેળવ્યું હતું. એ જેવી વિદુષી હતી તેવીજ નમ્ર અને વિનયી હતી. સર્વની સાથે માયાળુપણે વર્તતી તથા હંમેશાં વડીલોનું માન સાચવતી.

સતી શિવાનું લગ્ન ઉજ્જયિની શહેરના રાજા ચંડપ્રદ્યોત સાથે કરવામાં આવ્યું હતું. સતી શિવાએ પિતાને ઘેર મેળવેલા શિક્ષણનો સદુપયોગ સાસરે કર્યો હતો. ઉજ્જન શહેરની બાલિકાઓને જ્ઞાન આપવા સારૂ તેણે ઘણો યત્ન કર્યો હતો. તેણે એ નગરમાં ઘણી નિશાળો, ધર્મશાળાઓ તથા પુસ્તકાલયોની સ્થાપના કરી હતી.

એક દિવસ કોઈ દેવતાએ તેને પોતાના વ્રતમાંથી ચલિત કરવાને ભારે પ્રયત્ન કર્યો હતો, પણ તે દૃઢ રહી હતી અને દેવતાને આખરે તેની ક્ષમા માગવી પડી હતી.

એક વખત ઉજ્જયિની નગરીમાં આગ લાગી. લોકો એ આગના ત્રાસથી ઘણા દુઃખી થયા હતા. રાજા અને પ્રજાએ ઘણાએ ઉપાયો કર્યો પણ એ ભયંકર આગ હોલવાઈજ નહિ. આથી રાજાએ અભયકુમાર મંત્રીની સલાહ લીધી. તેણે જણાવ્યું કે, “કોઈ સતી સ્ત્રી અહીં આવીને અગ્નિ ઉપર પાણી છાંટે તો આગ ઝટ હોલવાઈ જાય.” તે ઉપરથી ઘણી સ્ત્રીઓએ આવીને અગ્નિ ઉપર જળ છાંટ્યું પણ કોઈનાથી આગ શમી નહિ. આખરે શિવા સતીએ ત્યાં જઈને પાણી છાંટ્યું એટલે તરતજ આગ હોલવાઈ ગઈ. તે વખતથી લોકો શિવાને મહાસતી ગણવા લાગ્યા.

પછી સતી શિવાએ શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી હતી અને પોતાના ચારિત્ર્યધર્મથી ભારતની જૈન પ્રજા પર ભારે ઉપકાર કર્યો હતો. સાધ્વી શિવાએ નગરેનગર અને ગામેગામ વિહાર કરી