પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१४–रतिसुंदरी

સતીનો જન્મ સાકેતપુરનગરમાં કેસરી રાજાને ત્યાં રાણી કમળસુંદરીને પેટે થયો હતો. કમળસુંદરી પોતે સદ્‌ગુણી, પતિવ્રતા અને ભણેલીગણેલી સ્ત્રી હતી. તેણે પોતાની કન્યાને પણ સારૂં શિક્ષણ આપીને એ બધા સદ્‌ગુણોથી વિભૂષિત કરી હતી. રાજકુમારી રતિસુંદરી સદા ધર્મકાર્યમાં તથા ધર્મગ્રંથોના અભ્યાસમાં તલ્લીન રહેતી હતી.

જૈનમાર્ગી સાધ્વીઓ પાસેથી તેણે જૈનધર્મના સિદ્ધાંતોનું જ્ઞાન મેળવ્યું હતું અને તેમના ઉપદેશથી પાતિવ્રત્ય ધર્મનો મહિમા તેના કોમળ હૃદયમાં સારી પેઠે ઠસી ગયો હતો.

રાજકુમારી રતિસુંદરી જ્યારે પુખ્ત ઉમરની થઈ ત્યારે તેનાં માતપિતાએ તેની સંમતિથી તેનો વિવાહ નંદનનગરના ચંદ્ર રાજા સાથે કરી દીધો. રતિસુંદરીનું અદ્ભુત સૌંદર્ય, લાવણ્ય અને વિદ્વત્તા જોઈને રાજ ચંદ્ર ઘણોજ મુગ્ધ થઈ ગયો અને એવી સતી તથા વિદુષી સ્ત્રીના સમાગમથી પોતાના હૃદયને પણ ધાર્મિક બનાવીને સંપૂર્ણ સુખવૈભવમાં દિવસ નિર્ગમન કરવા લાગ્યો.

એ દિવસોમાં કુરુ દેશનો રાજા મહેંદ્રસિંહ ઘણો બળવાન અને પરાક્રમી ગણાતો હતો. તેના દરબારમાં જઈને કોઈએ રતિસુંદરીના સૌંદર્યની ઘણી પ્રશંસા કરી કે, એવી ખૂબસૂરત સ્ત્રી આજકાલ ભારતવર્ષના કોઈ રાજાના અંતઃપુરમાં નથી.

રતિસુંદરીના રૂપની એટલી બધી પ્રશંસા સાંભળીને રાજા મહેંદ્રસિંહ કામવિહ્‌વળ થઈ ગયો અને રતિસુંદરીને પોતાની પત્ની બનાવવાના સંકલ્પથી પોતાના એક દૂતને રાજા ચંદ્ર પાસે મોકલ્યો. રાજા મહેન્દ્રસિંહના દૂતે નંદનનગરમાં જઈને રાજા ચંદ્રને પોતાના સ્વામીનો સંદેશો કહ્યો અને રાણી રતિસુંદરી