પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧
રતિસુંદરી



રાખવો એ મૂર્ખતા છે.” પરંતુ કામાંધ થયેલા મતિ ભ્રષ્ટ રાજા મહેદ્રસિંહના હદય ઉપર આવા ઉત્તમ ઉપદેશની કાંઈ પણ અસર થઈ નહિ. તેમણે તે રતિસુંદરીની ચાર મહિનાની અવધિ પૂરી થયા પછી, તેની સાથે રતિવિલાસ કરવાનો દૃઢ નિશ્ચય કર્યો હતો.

ધીમે ધીમે ચાર માસની અવધિ પૂરી થવા આવી અને રતિસુંદરીએ જોયું કે, રાજાની મતિ જરા પણ સુધરી નથી અને હવે એ અવશ્ય મારાં પાતિવ્રત્યનો ભંગ કરશે. એ વખતે એણે પૂર્ણ એકાગ્રચિત્તે શાસનદેવીનું સ્મરણ કર્યું અને આવી મોટી આપત્તિમાંથી પોતાના સતીધર્મનું રક્ષણ કરવાને પ્રાર્થના કરી. દેવીએ તેની પતિભક્તિ ધ્યાનમાં લઈને, તેના શિયળના રક્ષણ સારૂ, તેનું બધું સૌંદર્ય હરી લીધું. એ દિવસથી સુંદરી રતિસુંદરી ઘણીજ કદ્રૂપી થઈ ગઈ અને તેને કોઢ અને રક્તપિત્ત વગેરે ગંદા રોગ લાગુ પડ્યા. બીજે દિવસે રાજા જ્યારે સતીની પાસે ગયો, ત્યારે તેને આવા ગંદા રોગથી ભરેલી અને કદ્રૂપી જોઈને ઘણો આશ્ચર્ય પામ્યા. એવી કદ્રપી સ્ત્રીનું હરણ કરવા માટે તેને પશ્ચાત્તાપ થવા લાગ્યો. તેના મનમાં ધીમે ધીમે વૈરાગ્યનો સંચાર થયો અને તેણે રતિસુંદરીને તેના પતિ રાજા ચંદ્રને ઘેર સહીસલામત મોકલી આપી. પતિને ઘેર પહોંચતાં વારજ રતિસુંદરી દેવીના આશીર્વાદથી ફરીથી પહેલાંનાજ જેવી સુંદર બની ગઈ. રાજા ચંદ્ર તેની દૃઢતા અને પતિભક્તિ જોઇને ઘણો પ્રસન્ન થયો. બન્ને જણાંએ ઘણાં વર્ષો સુધી પૂર્ણ સુખમાં દાંપત્યજીવન ગાળ્યું. સતી રતિસુંદરીની કીર્તિ ચારે દિશામાં ફેલાઈ ગઈ