પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१५–नंदयंती

સતીનો જન્મ સોપારપુર નગરમાં થયો હતો. તે નાગદત્તની કન્યા અને પોતનપુર નગરના સાગરપોત વણિકના પુત્ર સમુદ્રદત્તની પત્ની હતી. બચપણથી જ તેને માતપિતા તરફથી સારૂં શિક્ષણ મળ્યું હતું, એટલે પતિ સાથે તેનો સંસાર ઘણો સુખી હતો. સમુદ્રદત્ત પણ વિદ્વાન અને વેપારરોજગારમાં એક કુશળ યુવક હતો. એક દિવસ એને મનમાં તરંગ આવ્યો કે, “મારે પિતાજીની કમાઈમાંથી ક્યાંસુધી તાગડધિન્ના કરવા ? હવે હું મોટો થયો, મારે જાતે કમાઈ કરવી જોઈએ.” આવા વિચારથી તેણે પોતાના પિતા પાસે દેશાવરમાં વેપાર કરવા જવાની રજા માગી; પરંતુ એ એકનો એક પુત્ર હોવાથી સ્નેહાળ પિતાએ જણાવ્યું કે, “બેટા ! આપણે ધનની ક્યાં ખોટ છે કે, તું દેશાવર ખેડવા જાય છે ? તારા વૈભવને માટે તો ઘેર બેઠેજ પુષ્કળ ધનસામગ્રી છે.” પરંતુ સમુદ્રદત્તના મનમાં એ વાત ઊતરી નહિ. તેણે પિતાને ઘણી રીતે સમજાવ્યું કે, “પુત્રે તો આપકમાઈ કરવી જોઈએ. દેશાવરમાં ગયાથી અનુભવ અને હોશિયારી વધે છે. ઘેર બેઠે બેઠે મન સાંકડું થઈ જાય છે” વગેરે ઘણી દલીલ કરી, પરંતુ પુત્રવત્સલ પિતાએ કોઈ પણ ઉપાયે પુત્રને જવાની રજા ન આપી. આખરે સમુદ્રદત્તે છાનામાના નાસી જવાનો નિશ્ચય કર્યો. એક દિવસ મધરાત્રે સૌ કોઈ ભરનિદ્રામાં હતાં, ત્યારે એ ઘરની બહાર નીકળ્યો. થોડે દૂર ગયા પછી તેને વિચાર આવ્યો કે હું માતપિતાને મળ્યા વગર આ એ તો ઠીક કર્યું, પણ સ્નેહાળ પત્નીની પાસે છેવટની વિદાય માગવા ન ગયો એ ઠીક ન કર્યું ? એ વિચારથી એ પાછો પોતાને ઘેર ગયો અને બહાર ઊભા રહીને કમાડના છિદ્રમાંથી નંદયંતીને જોવા લાગ્યો. એ વખતે નદયંતી જાગી ઊઠી હતી અને પતિને પોતાની પાસે