પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



१७–नागिला

ગધ પ્રાંતમાં સુગ્રામ નામના એક ગામમાં એક આ દંપતી વાસ કરતું હતું. સ્વામીનું નામ આર્યવાન્‌ રાષ્ટ્રકૂટ હતું અને તેની પત્નીનું નામ રેવતી હતું. તેમને ભવદત્ત અને ભવદેવ નામના બે પુત્ર હતા. ભવદત્ત યૌવનાવસ્થામાંજ જૈનાચાર્ય સુસ્થિતની પાસે દીક્ષા લઈને સંન્યસ્તવ્રત લીધું હતું અને એ વ્રતને તેણે એવી સરસ રીતે પાળ્યું હતું કે, થોડા સમયમાંજ તે આચાર્યનો અત્યંત પ્રિય શિષ્ય થઈ પડ્યો હતો.

એક દિવસ ભવદત્તવાળા “ગચ્છ” માંના એક સાધુએ આચાર્યને નિવેદન કર્યું કે, “આચાર્ય ! હું એક વાર મારાં સગાંઓની પાસે જવાની ઈચ્છા કરું છું. ત્યાં આગળ મારો એક નાનો ભાઈ છે, એને મારા ઉપર ઘણોજ સ્નેહ છે. હું જો તેની પાસે જઈશ, તો મને જોઈને એ પણ અવશ્ય સંન્યસ્તવ્રત લેશે, માટે આપ કૃપા કરીને મને જવાની રજા આપો.” જગતનો ઉદ્ધાર કરવાની ઈચ્છા ધરાવનાર આચાર્યે બીજા પણ કેટલાક શિષ્યોને સાથે મોકલીને તેને પોતાના ભાઈને મળવા જવાની રજા આપી.

શિષ્ય પોતાના પિતાને ઘેર ગયો. ત્યાં તેણે ભાઈના વિવાહની મહાસમારોહપૂર્વક તૈયારીઓ થતી જોઈ. વિવાહના પ્રસંગે ત્યાં જઈ પહોંચવા છતાં વિવાહના આનંદમાં નિમગ્ન થયેલા તેના નાના ભાઈએ તેની કાંઈ ખબરઅંતર પૂછી નહિ.

શિષ્ય ત્યાંથી પાછો પોતાના ગુરુ પાસે ગયો અને ગુરુને નાનાભાઈની વર્તણુંકના સમાચાર કહ્યા. શિષ્યને મોંએ એ વૃત્તાંત સાંભળીને ભવદત્તે ઘણું દિલગીર થઈને કહ્યું: “અહા ! તારો નાનો ભાઈ કેવો કઠોર છે ! એ પોતે ઘેર હોવા છતાં, તારા જેવા ઋષિવ્રતધારી મોટાભાઈનો તેણે ભાવ પણ ન પૂછ્યો. વિવાહનો આનંદ શું ગુરુભક્તિ કરતાં પણ શ્રેષ્ઠ છે કે, તે વિવાહની ખુશાલીમાં