પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯
નાગિલા



તારો સત્કાર પણ ન કરી શક્યો ?”

આચાર્યદેવનાં એ વચનો સાંભળીને શિષ્યમંડળી માંથી એક જણ બોલી ઊઠ્યો: “ભવદત્ત ! તમે ઘણા વિદ્વાન પંડિત ગણાઓ છે, પણ તમે તમારા નાનાભાઈને સંન્યાસી બનાવી શકો તોજ અમે તમને ખરા પંડિત ગણીએ.” ભવદત્તે કહ્યું: “ગુરુદેવ જો મગધમાં પધારે તો હું તમને એ કૌતુક પણ બતાવીશ.”

હિંદુ સંન્યાસીઓની પેઠે જૈન શ્રમણો પણ એક સ્થળે ઘણો સમય રહી શકતા નહિ. તેમને ધર્મોપદેશ કરવા સારૂ ઠેકાણે ઠેકાણે પર્યટન કરવું પડતું. એક દિવસ પર્યટન કરતાં કરતાં આચાર્ય સુસ્થિત પોતાના શિષ્યો સાથે મગધ દેશમાં જઈ પહોંચ્યા. આચાર્યના ચરણમાં દંડવત્ પ્રણામ કરીને ભવદત્તે કહ્યું: “ગુરુદેવ ! મારાં સગાંવહાલાંઓ અહીંથી ઘણાં પાસે રહે છે, માટે ગુરુદેવ રજા આપો તો હું તેમને એક વખત મળી આવું.” ભવદત્ત સંયતેદ્રિંય હતો એટલે આચાર્યે તેને એકલાજ ઘેર જવાની રજા આપી. તેની સાથે બીજા શિષ્યોને મોકલવાની જરૂર પડી નહિ. ગુરુની રજા લઈને ભવદત્ત નાનાભાઈને સંન્યાસી બનાવવાના સંકલ્પથી ઘર તરફ ચાલ્યો.

ત્યાં પણ ભવદત્તના પહોંચતા પહેલાં થોડીકજ વાર અગાઉ તેનો નાનોભાઈ ભગદેવ, નાગદત્તની કન્યા નાગિલા સાથે પરણ્યો હતો. વિવાહના ઉત્સવમાં આવેલા લોકોથી ઘર ભરચક હતું. પૂર્ણ ધામધૂમથી લગ્નનો ઉત્સવ થઈ રહ્યો હતો. ભવદત્તને ત્યાં અણધાર્યો આવી ચડેલો જોઈને બધાં સગાંસંબંધીઓ પ્રફુલ્લિત થઈ ગયાં; તેના આવ્યાથી એ લોકો ઘણાજ આનંદથી ઉત્સવ કરવા લાગ્યા. ભવદત્તનાં ચરણ પ્રક્ષાલન કરીને સર્વેએ તીર્થોદકની પેઠે તેનું પાન કર્યું; ચારે દિશામાંથી લોકો આવીને તેને પગે લાગવા લાગ્યા. મુનિ ભવદત્તે કહ્યું: “તમે લોકો અત્યારે વિવાહના ઉત્સવમાં નિમગ્ન છો, માટે હું હમણાં બીજી જગ્યાએ જઈશ. આપનું કલ્યાણ થાઓ.” પરંતુ સગાંવહાલાંઓએ તેને નાના પ્રકારનું ભોજન જમાડ્યા વગર છોડ્યો નહિ.

તેનો ભાઈ ભવદેવ એ વખતે કુળાચાર મુજબ નવોઢા પત્નીને ચંદનનો લેપ કરી રહ્યો હતો. અંબોડામાં સુગંધીદાર પુષ્પો ગૂંથીને તથા કપાળ ઉપર કસ્તુરીની પત્રપલ્લવીની રચના કરીને,