પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો

ઉપદેશથી ખરે રસ્તે ચડ્યો છું, માટે આજે હું સ્વજનવર્ગને એક વાર મળી લઈને ગુરુદેવની પાસે જઇશ અને તેમની પાસે મનોવિકારને માટે પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગીશ તથા તેમના ઉપદેશથી કઠિન તપસ્યાનો આરંભ કરીશ.”

ભવદેવે આચાર્ય સુસ્થિતની પાસે જઈને પુનઃ ધર્મસાધનાનો આરંભ કર્યો. સતી નાગિલા પણ યતિની પાસે દીક્ષા લઈને સંન્યાસિની થઈ ધર્મચર્યામાં નિમગ્ન થઈ.

સતી નાગિલાનું દૃષ્ટાંત પણ આર્યશાસ્ત્રમાં એક અનુપમ દૃષ્ટાંત છે.તેનેજ મળતું એક આખ્યાન ‘બોધિસત્વાવદાન કલ્પલતિકા’માં (૧૦ મા પલ્લવ)માં મળી આવે છે. એ આખ્યાનમાં નંદ પણ સુંદરીને માટે એટલો બધો અનુરક્ત થયો હતો. ભાઈના આગ્રહથી ભવદેવે સંન્યસ્તવ્રત લીધું હતું, તેવી રીતે ભગવાન બુદ્ધદેવના આગ્રહથી નંદે પણ સંન્યસ્તવ્રત લીધું હતું. નંદ પણ આખરે સુંદરીના વિરહથી વ્યાકુળ થયો હતો. ભગવાન બુદ્ધે છેવટે નંદનો ઉદ્ધાર કર્યો હતો.

१८–श्रीमती

સન્નારી પેઢાળપુર નામના નગરના રાજા વિજયની પટરાણી હતી. એ સન્નારી અનેક સદ્‌ગુણોથી વિભૂષિત હતી. ધર્મમાં તેને પ્રીતિ હતી. પ્રજાની સેવા, દાનપુણ્ય, ભગવદ્‌પૂજન વગેરેમાં દંપતિનો સમય વ્યતીત થતો હતો. શ્રીમતીને એક પુત્ર થયો. તેનું નામ અતિમુક્ત પાડ્યું. માતાપિતાના સદ્‌ગુણો બાળકમાં હંમેશાં ઊતરી આવે છે. એક સમયે ગૌતમ સ્વામી એમને ઘેર ગોચરી કરવા પધાર્યા. તેને જોઈને બાળક કહેવા લાગ્યો: “હું આપના જેવો થઈશ” ગૌતમ સ્વામીએ સાધુનાં કર્તવ્યો ગણાવ્યાં અને જણાવ્યું કે, “એ તો ખાંડાની ધાર ઉપર ઊભા રહેવા સમાન છે, એ કાંઈ નાના બાળકની રમત નથી.” એમ છતાં બાળકે તો કહ્યું: “હું તો આપના જેવોજ થઈશ.”

ગૌતમ સ્વામી ભિક્ષા લઈને પાછા ફરવા લાગ્યા એટલે બાળકે