પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



આવ્યું અને કહેવા લાગી: “ભાઈ, તારો જન્મ પિતાને ઘેર થયો હોત તો આજે વાજાં વાગી રહ્યાં હોત અને ઘણા ઠાઠથી મહોત્સવ મનાવાતો હોત; પણ હાય ! આજ મારી એવી દશા છે કે શિયાળ આદિ જંગલી જાનવરોના શબ્દથીજ તારા જન્મનો ઉત્સવ થઈ રહ્યો છે.”

એવામાં નદીમાં પુષ્કળ પૂર આવ્યું. અનેક ઘર, વૃક્ષ તથા માણસો એમાં તણાવા લાગ્યાં. કળાવતી તો પરમેશ્વરનું સ્મરણ કરીને કહેવા લાગી: “જો મેં મારો પાતિવ્રત્ય ધર્મ મન, વચન અને કાયાથી પાળ્યો હોય અને શીલવ્રતનું પૂરેપૂરૂં પાલન કર્યું હોય તો મારા બન્ને હાથ સાજા થઈ જજો અને નદીનો પ્રવાહ અનુકૂળ થજો.” સતીત્વના પ્રભાવથી એના બન્ને હાથ નવા થઈ ગયા અને નદીનો પ્રવાહ પણ અનુકૂળ થયો. એવામાં એક તપસ્વી ત્યાં આવ્યો અને કળાવતીને તેના નવા જન્મેલા પુત્રસહિત પોતાના આશ્રમમાં લઈ ગયો. ત્યાં આગળ તપસ્વિની સાથે કળાવતી સુખપૂર્વક ધાર્મિક જીવન ગાળવા લાગી.

પેલી તરફ ચંડાળો કળાવતીના બે હાથ રાજા પાસે લઈ ગયા, રાજાએ બેરખા હાથમાં લઈને જોયા તો એના ઉપર પોતાના સાળા ‘જયસેન’નું નામ કોતરેલું હતું. તપાસ કરતાં ખબર પડી કે ભાઈએ બહેનને એ ભેટ મોકલી હતી અને પતિવ્રતા રાણી પોતાના ભાઈના શુદ્ધ પ્રેમનીજ વાત કરી રહી હતી. રાજાને બહુજ તીવ્ર પશ્ચાત્તાપ થયો અને ચિતા ખડકીને બળી મરવા તૈયાર થયો, પણ પ્રધાને બોધ આપીને એવું સાહસ કરતાં રોક્યો.

રાજાએ ભજન, પૂજન અને ધર્મચર્ચામાંજ સમય ગાળવા માંડ્યો. તેણે પોતાના વિશ્વાસુ મિત્ર દૂત્તને રાણીની શોધમાં મોકલ્યો હતો. દત્તને તપસ્વીઓના આશ્રમમાં કળાવતીનો પત્તો લાગ્યો. દૂતને કળાવતી ઓળખતી હતી. એને જોતાંવારજ એનો શોક તાજો થયો અને એ રુદન કરવા લાગી. દૂત્તે એને આશ્વાસન આપ્યું તથા પશ્ચાત્તાપથી રાજા અગ્નિપ્રવેશ કરવા તૈયાર થયો હતો, પણ બંધુઓએ તેને રોકી રાખ્યો વગેરે વૃત્તાંત કહી સંભળાવ્યું. કળાવતીને એથી પતિ ઉપર દયા ઉપજી અને એણે મુનિવરને નમસ્કાર કરી, તેમની રજા લઈ પતિની રાજનગરી તરફ પ્રયાણ કર્યું. રાજાએ વાજતેગાજતે એને નગરમાં પધરાવી અને કહ્યું કે, “હે દેવિ ! તું નિર્દોષ હોવા છતાં મેં તારી સાથે