પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

२१–जयंती

રાજા સહસ્ત્રાનિકની પુત્રી અને કૌશામ્બીના રાજા ઉદયનની ફોઈ હતી. રાજા તેનું ઘણું સન્માન કરતો હતો.

શ્રીમહાવીરસ્વામી એ સમયમાં ભારતવર્ષમાં જૈનધર્મનો પ્રચાર કરી રહ્યા હતા. ફરતા ફરતા એ કૌશામ્બી નગરીમાં જઈ પહોંચ્યાં. ઉદયન રાજાએ એમના આગમનથી આખી નગરીને ઉત્તમ રીતે સજાવી અને ઘણીજ શ્રદ્ધાપૂર્વક મહાવીરસ્વામીની પધરામણી કરી, યથાવિધિ પૂજન કર્યું.

રાજકુટુંબની મહિલાઓ પણ મહાવીર સ્વામીનાં દર્શને આવી. બીજી બધી સ્ત્રીઓ તો પાછી ગઈ, પણ જયંતી જે પરમ વિદુષી અને જ્ઞાનપિપાસુ હતી તે ત્યાંજ બેસી રહી અને સ્વામીનો ઉપદેશ સાંભળવા લાગી. ઉપદેશ પછી તત્ત્વજ્ઞાનના કેટલાક ગૂઢ પ્રશ્નોની શંકાઓનું સમાધાન કરવાના હેતુથી તે પૂછવા લાગી: “હે ભગવન્ ! જીવ ભા૨કર્મી કેવી રીતે થાય છે ?”

મહાવીરસ્વામીએ ઉત્તર આપ્યો “જયંતિ ! અઢાર પાપકર્મ કર્યાથી જીવ ભારકર્મી થાય છે.” અને પછી તેમણે જીવહિંસા, અસત્ય ભાષણ, ચોરી, વ્યભિચાર, હદ ઉપરાંત ધન વગેરે એકઠાં કરવાનો લોભ, ક્રોધ, અહંકાર, માયા, છળકપટ, લોભ, અતિશય દ્વેષ, કલહ–કલેશ, ખોટું આળ ચડાવવું, ચાડી ખાવી, કોઈના ઉપર આસક્તિ, પરનિંદા, મૃષાવાદ અને મિથ્યાપણું એ અઢાર દોષ ગણાવી તે સંબંધી વિસ્તારથી વિવેચન કર્યું. ત્યાર પછી જયંતીએ પૂછ્યું: “ભવસિદ્ધિપણું જીવોને સ્વભાવથીજ છે કે પરિણામથી ? ભવસિદ્ધિવાળા બધા જીવો સિદ્ધિને પામશે કે કેમ ?” તેના મહાવીર સ્વામીએ ખુલાસા કર્યા. એટલે ફરી એણે પૂછ્યું: "ભગવન્ ! મનુષ્ય સ્વપ્નાવસ્થા કરતાં જાગ્રતાવસ્થામાં ઘણાં કર્મોનો