પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫
અન્નિકા


આંખનું તેજ પાછું આવતું હતું. શ્રેણિકની સૂચનાથી એ રત્ન લઈ ધનપતિ શેઠ રાજાની પાસે ગયો અને સુલોચનાની આંખનો ઈલાજ કરીને રાજાને પ્રસન્ન કર્યા. રાજાએ મોંમાગ્યું ઈનામ આપવા જણાવ્યું, ત્યારે ધનપતિએ પુત્રીના દોહદનો વૃત્તાંત કહ્યો અને એ દોહદ પૂર્ણ કરવા પ્રાર્થના કરી.

રાજાએ તેની માગણી સ્વીકારી. સુનંદાનો દોહદ પૂર્ણ થયો.

શ્રેણિક પોતાના પિતાના રાજ્યમાં ગયો. સુનંદાએ પિયેરમાં પુત્રને જન્મ આપ્યો, તેનું નામ અભયકુમાર પાડવામાં આવ્યું. માતાએ તેને ઘણું સારૂ શિક્ષણ આપ્યું હતું. થોડા સમય પછી એ પણ પુત્રસહિત પતિને ઘેર ગઈ. રાજા શ્રેણિકે ધામધૂમસહિત તેને નગરપ્રવેશ કરાવ્યો.

દીન–દરિદ્રોની સેવા, ધર્મોપદેશ, ભગવાનનું પૂજન આદિ સત્કાર્યમાંજ સુનંદાનું જીવન વ્યતીત થતું હતું. અભયકુમારે મહાવીરસ્વામીના સમયમાં ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. ઉત્તરાવસ્થામાં એ દીક્ષા લઈ મોક્ષનો અધિકારી બન્યો હતો.

२३–अन्निका

ઉત્તર મથુરાના નિવાસી જયસિંહ નામના વણિકની બહેન હતી. એક દિવસ દેવદત્ત નામનો વણિક પરદેશથી ત્યાં આવ્યો. તેને અને જયસિંહને મિત્રતા બંધાઈ. મિત્રને ઘેર જમવા જવાને પ્રસંગે અન્નિકાના રૂપથી મુગ્ધ થઈ દેવદતે તેનું માગું કર્યું. જયસિંહે કહ્યું: “એ બહેન મને ઘણી જ પ્રિય છે, એને મારાથી દૂર ખસેડી શકાય એમ નથી. જે કોઈ એને વરીને મારા ઘરમાં જ રહેવાને બંધાય તેની સાથે હું એને પરણાવીશ.” દેવદત્તે એ વાતનો સ્વીકાર કર્યો અને બન્નેનાં લગ્ન થયાં.

એક દિવસ દેવદત્તને એનાં માતપિતા તરફથી તેડાવવાનો પત્ર મળ્યો. એ પત્ર વાંચતાં દેવદત્તના નેત્રમાં આંસુ ભરાઈ આવ્યાં. અન્નિકાએ એ પત્ર વાંચ્યો અને પતિને કહ્યું: “આપનાં માતપિતા વૃદ્ધ થયાં છે. આપણી ફરજ તેમની પાસે જઈને તેમની સેવા કરવાની છે.” દેવદત્તે કહ્યું: “એ બધુ ખરૂં પણ મેં