પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



જણાવ્યો, પણ ગોભદ્ર શેઠે તેને પુત્રની સાથે રહેવા આગ્રહ કર્યો એટલે એ ઘરમાંજ રહી.

એક દિવસ કોઈ વેપારી રાજા શ્રેણિકના મહેલમાં રત્નકંબળ વેચવા ગયો અને સવા લાખ સોના મહોર એના મૂલ્યરૂપે માગી. રાજાનો જીવ ન ચાલ્યો એટલે વેપારી પાછો ફર્યો અને નગરમાં જઈને ભદ્રાદેવીને લાખ મહોરમાં વેચી આવ્યો. રાણી ચિલ્લણાને ખબર પડી કે રાજાએ વેપારીને પાછો કાઢ્યો છે. એને એવી રત્નકંબળનો અભિલાષ હતો, તેથી વેપારીને તેડાવી મંગાવ્યો. વેપારીએ કહ્યું કે, “મેં ભદ્રા શેઠાણીને એ વેચી દીધી છે.” રાણીએ પૂરેપૂરી કિંમત આપીને ભદ્રા પાસેથી એ રત્નકંબળ ખરીદી લાવવા નોકરને મોકલ્યો તો ભદ્રાએ જણાવ્યું કે, “મે એ સોળ કંબળના ૩૨ કકડા કરીને મારી ૩૨ વહુઓને આપી દીધા હતા અને વહુઓએ હાથપગ લૂછીને એ કકડા ફેંકી દીધા છે જરૂર હોય તો એ કકડા કંઈ પડ્યા હશે, ત્યાંથી ઉપાડી જાઓ.’ નોકરે એ વાત જઈને રાજા તથા રાણીને જણાવી. શેઠશાહુકારો આટલો બધો વૈભવ ભોગવે છે, પૈસો એમને માટે પાણીથી પણ તુચ્છ છે એ જાણીને રાજાને આશ્ચર્ય થયું અને શાળિભદ્રને જોવાની તેને ઈચ્છા થઈ. રાજાએ શાળિભદ્રને બોલાવવા માણસ મોકલ્યો; પણ ભદ્રાએ કહેવરાવ્યું કે, “મારો પુત્ર કોઈને ઘેર જતો નથી. મહારાજા સાહેબ જાતેજ મારા ઘેર પધરામણી કરીને મારૂં ઘર પવિત્ર કરે એવી મારી પ્રાર્થના છે.”

રાજાએ આમંત્રણ સ્વીકાર્યું અને ભદ્રાએ પ્રસંગને છાજે એવી રીતે રાજમાર્ગ તથા પોતાના મહેલને શણગાર્યો. ઘણી ધામધૂમપૂર્વક રાજાનો સત્કાર કરી ચોથે માળે એક મૂલ્યવાન સિંહાસન ઉપર રાજાને પધરાવ્યા.

શાળિભદ્ર એ સમયે પણ સાતમે માળે બેઠો હતો. માતાએ જઇને તેને બોલાવ્યો અને રાજાના આવ્યાની ખબર કહી. તેણે કહ્યું: “તેની પાસે જે કાંઈ વેચવાનું હોય તે ખરીદી લો.’ ભદ્રાએ કહ્યું: “ભાઈ એ વેપારી ન હોય, એ તો મગધ દેશના રાજા આપણા માલિક શ્રેણિકરાજ છે અને તને મળવા આવ્યા છે.” શાલિભદ્રને આજે ભાન થયું કે એને માથે પણ કોઈ ધણી છે. એ સ્વતંત્ર નથી. ઈંદ્રપુરી સમાન વૈભવનો સ્વામી હોવા છતાં પણ એ પરાધીન છે. એ ક્ષણેજ એના ચિત્તમાં વૈરાગ્ય ઉત્પન્ન