પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



२७–ना ग व सु

કાશી નગરીના પ્રિયમિત્ર નામના ગૃહસ્થની કન્યા હતી. તેનું સૌંદર્ય અનુપમ હતું. તેણે સર્વ કલાનો અભ્યાસ કર્યો હતો. યુવાવસ્થાને પ્રાપ્ત થઈ ત્યાં લગી એનું લગ્ન થયું નહોતું. એનાં માતપિતાએ એની એક સખીદ્વારા લગ્ન સંબંધી એના વિચાર જાણવાનો યત્ન કર્યો. એના ઉત્તરમાં નાગવસુએ જણાવ્યું કે, “અદત્તાદાનનું મહાવ્રત જેણે લીધું હોય તેને હું પરણીશ.” પારકી વસ્તુને એના ધણીની આજ્ઞા સિવાય ન લેવી એ નાગવસુના મનથી બહુ મોટો ગુણ હતો. એ એક ગુણ પૂર્ણરૂપે સાધવા જતાં મનુષ્યમાં ધર્મ, નીતિ અને દયાના અનેક સદ્‌ગુણો આપોઆપ આવશ્યક થઈ પડે છે. એજ કારણને લીધે ઉપનિષદોમાં ઉપદેશ અપાયો છે કે, પારકું ધન ઓળવવાનો, પરાયા ધનને અધિકાર વગર પ્રાપ્ત કરવાનો અભિલાષ કદાપિ ન કરવો.

વારાણસીના કોટવાળે નાગવસુને વરવાની ઈચ્છા પ્રગટ કરી હતી, પણ એનામાં તો અદત્તાદાનના વ્રતથી ઊલટા ગુણો હતા. પારકું ધન કેમ ઓહિયાં કરવું એજ એ પોલીસ કર્મચારીનો મૂળમંત્ર હતો; એટલે નાગવસુએ એની સાથે લગ્ન કરવાની સ્પષ્ટ શબ્દોમાં ના કહી.

સદ્‌ભાગ્યે એને મનોવાંચ્છિત ગુણવાળો એક યુવક મળી આવ્યો. તેનું નામ નાગદત્ત હતું. નાગવસુના પિતાએ એની સાથે વિદુષી પુત્રીનું લગ્ન કરી દીધું.

નાગવસુ અને નાગદત્તના વિચાર એકસરખા હતા, એટલે એમનો સંસાર ઘણા સુખમાં ચાલવા લાગ્યો. એમનું એ દાંપત્યસુખ વસુદેવ કોટવાળ જે નાગવાસુનો પ્રેમ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ