પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



३०–चिल्लणा

વિશાલા નગરીના મહારાજા ચેટકની કન્યા હતી. ચેટક રાજાને સાત પુત્રીઓ હતી. પાંચનાં લગ્ન થઈ ગયાં હતાં. ચિલ્લણા અને સુજ્યેષ્ઠા કુમારી હતી. એ બહેનો રાજભવનમાં દેવકુમારી સમ દીપતી. બન્ને સુશિક્ષિત અને ધર્મકાર્યમાં પ્રીતિવાળી હતી અને સર્વ કળાઓમાં નિપુણ હતી. બન્ને બહેનેનો સ્નેહ અપૂર્વજ હતો.

રાજા શ્રેણિક સાથે ચિલ્લણાનું લગ્ન થયું હતું. ચિલ્લણા જેવી પત્ની પામ્યાથી રાજા શ્રેણિક પોતાને ભાગ્યશાળી ગણતો હતો. બન્નેનો સંસાર સુખી હતો. બન્ને હંમેશાં વિદ્યા, કળા અને ધર્મની ચર્ચા કરતાં. ચિલ્લણા સાહિત્યની પણ અનુરાગી હતી અને સુંદર સમસ્યા-પૂર્તિથી પતિને ઘણી વાર પ્રસન્ન કરતી.

રાજા શ્રેણિકે એને સારૂ એક સ્તંભવાળું ઘર બંધાવ્યું હતું. ત્યાં એક સુંદર બગીચો પણ હતો. સતી ચિલ્લણા ત્યાં બેસી ધર્મનું આરાધન કરતી. ગરીબોને દાન તથા અભણ મનુષ્યોને જ્ઞાન આપવામાં એનો ઘણો સમય જતો. એવી સદાચારી પત્નીના સમાગમથી રાજા શ્રેણિક પણ ધાર્મિક બન્યો હતો.

મહાવીર પ્રભુ ચિલ્લણાના સમાગમમાં આવ્યા હતા અને તેના સદ્‌ગુણોને લીધે તેને માટે ઘણું માન ધરાવતા હતા.

એક સમયે રાતને વખતે નિદ્રામાં રાણી ચિલ્લણા બોલી ઊઠી: “એને કેમ હશે ?” રાજા શ્રેણિક એ વખતે જાગતો હતો. એણે એ વાક્ય સાંભળ્યું અને પત્નીના ચારિત્ર્ય માટે એને શંકા ગઈ. પુરુષને સ્ત્રી માટે એક વખત શંકા ઊપજે પછી એની સારાસારનો વિચાર કરવાની વિવેકબુદ્ધિનો નાશ થઈ જાય છે. બુદ્ધિમાન પુરુષ પણ એ સમયે સાહસ કરવા તૈયાર થઈ જાય છે. રાજા શ્રેણિકને પણ ઘણો ક્રોધ ઊપજ્યો અને તેણે રાણીને સખ્ત