પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

३३–नर्मदासुंदरी

વર્ધમાન નગરના સહદેવ નામને વણિકની પુત્રી હતી. એ બાલિકા જે સમયે માતાના ગર્ભમાં હતી, તે સમયે તેની માતાને નર્મદા નદીમાં જળક્રીડા કરવાનો દોહદ થયો હતો અને પતિપનીએ કેટલાક સમય સુધી નર્મદા નામે એક નગર વસાવી ત્યાં વાસ કર્યો હતો. ત્યાં આગળજ બાલિકાનો જન્મ થવાથી એનું નામ નર્મદાસુંદરી પાડવામાં આવ્યું. શુક્લપક્ષના ચંદ્રમાની પેઠે નર્મદા દિનપ્રતિદિન રૂપ અને ગુણમાં વધવા લાગી અને યથાસમયે યૌવનાવસ્થાને પ્રાપ્ત થઈ.

નર્મદાની ફોઈ ઋષિદત્તાનાં લગ્ન રુદ્રદત્ત નામના એક વેષધારી વણિક સાથે થયાં હતાં. એમને મહેશ્વરદત્ત નામનો એક પુત્ર હતો. એ યુવક નર્મદાના સૌંદર્યથી મુગ્ધ થયો અને પરણવાનો અભિલાષ કરવા લાગ્યો. મામાની પુત્રી પરણવાનો એ સમયમાં જૈનોમાં રિવાજ હતો.

માતાની આજ્ઞા લઈ એ મોસાળ ગયો. મામાને ઘેર બધાં ધાર્મિક વૃત્તિનાં હોવાથી મહેશ્વરદત્ત ત્યાં જઈને પોતે સાચો શ્રાવક હોય અને જૈનધર્મ ઉપર બહુજ આસ્થા હોય એ ઢોંગ કરવા લાગ્યો. પોતાના આચરણથી એણે મોસાળમાં બધાને પ્રસન્ન કરી દીધાં. એક સમયે એના માતામહે બહુ પ્રસન્ન થઈને જે કાંઈ ઈચ્છા હોય તે માગવાનું કહ્યું. તે ઉપરથી મહેશ્વરે નર્મદાસુંદરીનું માગું કર્યું. માતામહે કહ્યું: “તારૂં કહેવું વાજબી છે, પણ તારૂં કુળ ઢોંગીનું છે, માટે એવા ઢોંગીના પુત્રને હું કન્યા આપવા નથી માગતો.” માતામહનો એ ઉત્તર સાંભળી મહેશ્વરે થોડા દિવસ જૈન ગુરુ પાસે જઈ યોગ્ય ધર્મજ્ઞાન પ્રાપ્ત કર્યું અને પછી કહ્યું: “મારૂં કુળ ભલે ગમે તેવું હોય, પણ તમે મારી પ્રાર્થના સ્વીકારો. લોકો કમળની ઉત્પત્તિ નથી જોતા, પણ ગુણ