પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

માં એ સહજ 'વડા ગોવાળીયા' થયા. જંગલમાં રહેનાર લોકો ઉપર અનેક નૈસર્ગિક ઉપદ્રવ આવી પડે છે. ગામ ઉપર મોટા વંટોળીયા ફરી વળવા, મદોન્મત ગોધાનું વિફરવું, અજગર, શ્વાપદો વગેરેનો ઉપદ્રવ થવો ઇત્યાદિ અકસ્માતો કૃષ્ણને પણ થયા, પણ એ સર્વેમાંથી એ બચ્યા. જેમ જેમ એના ઉપર પ્રકૃતિકોપ થતો અને એ તેમાંથી સહીસલામત પાર પડતા તેમ તેમ વ્રજવાસીઓને આશ્ચર્ય થતું. અકસ્માતો કોઇ અસુર તરફથી થાય છે એવી તેમની માન્યતા થાય તે સ્વાભાવિક હતું. એમાંથી એ બચી જનાર એ કોઈ દેવ અથવા પરમેશ્ચર છે એમ એમને લાગવા માંડ્યું અને તેથી નાનાંમોટાં સર્વનો કૃષ્ણ ઉપરનો પ્રેમ એની મોહક મૂર્તિ તથા પરાક્રમી, તોફાની અને વિનોદી સ્વભાવને લીધે જ કેવળ ન રહેતાં, ધીમે ધીમે આદરનું અને ભક્તિનું સ્વરૂપ પકડવા લાગ્યો. તેમાં કૃષ્ણની પરોપકારિતા પણ કારણભૂત હતી.

કૌમાર

જેમ શિશુકાળમાં માખણ ચોરવામાં, ગોરસની માટલી ફોડવામાં, પાણીનું બેડલું કાણું કરવામાં, કૃષ્ણની પહેલ તેમ જ કૌમારા વસ્થામાં છાશ વલોવવામાં, વાછરડાં ચારવામાં


૯૬