પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગોકુળકાણ્ડ

.

એક જબરદસ્ત ઘોડા ઉપર બેસી કેશી કૃષ્ણની સામે ધસ્યો. બીજા ગોપોએ કૃષ્ણને ભયસૂચક ચેતવણી આપી. ઘોડો બેધડક કૃષ્ણ ઉપર ધસી આવ્યો, પરંતુ કૃષ્ણ જરા પણ ગભરાયા વિના સ્થિર ઉભા રહ્યા. ઘોડાએ જેવી કૃષ્ણને બચકું ભરવા ગરદન લંબાવી કે તરત જ કૃષ્ણે એના લમણા ઉપર એવા જોરથી મુક્કી મારી કે ઘોડાના દાંત ઉખડી પડ્યા. આથી ચીડાઇને ઘોડાએ કૃષ્ણને લાત મારવા પાછલા પગ ઉંચક્યા. તરતજ કૃષ્ણે એ પગ પકડી લ‌ઇ ઘોડાને એવા જોરથી ઉછાળ્યો કે એ ધડીંગ દ‌ઇને નીચે પડ્યો અને સાથે કેશીને પણ પછાડ્યો. કેશી જમીન પર પડતાં જ યમદ્વાર પામ્યો અને ઘોડો પણ થોડાં તરફડીયાં ખાઈ એ જ માર્ગે ગયો. આ સમાચાર સાંભળી કંસના હોશકોશ જ ઉડી ગયા. એ ભૂખ, તરશ ને ઉંઘ ખોઇ બેઠો. એનું હૃદય એને ડંખવા લાગ્યું. ચિન્તાથી એ ઘરડા જેવો થ‌ઇ ગયો. જાગતાં અને સ્વપ્નમાં એ ભયને જ જોવા લાગ્યો.

છતાં, અખાડાનો મંડપ તૈયાર થતાં એણે અક્રૂર નામે એક યાદવને રથ લ‌ઇ રામ અને
૧૦૧