પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મથુરાપર્વ

ગજવધ
અન્તે હૈયું કઠણ કરી વ્રજવાસીઓએ રામ-કૃષ્ણને અક્રૂર સાથે વિદાય કર્યા. ઠરાવેલે સમયે બે ભાઇઓ અખાડા તરફ જવા નીકળ્યા. રાજા-પ્રજા ઉભય એ ખેલ જોવા ભેગા થયા હતા. મલ્લકુસ્તીમાં જ બે ભાઇનો નાશ થાય એટલીયે કંસને ધીરજ ન હતી. એને કાંઈ ખેલ જોવો નહોતો. એને તો જે તે રીતે રામ-કૃષ્ણના પ્રાણ લેવા હતા. તેથી અખાડાના મંડપના દ્વાર સમ્મુખ આવતાં જ કંસની આજ્ઞાથી એક મ્હાવતે એક મદોન્મત્ત હાથીને કૃષ્ણની સામે દોડાવ્યો. કૃષ્ણે વિજળી જેવી ચપળતા વાપરી પહેલાં હાથીને ખૂબ
૧૦૬