પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પાંડવપર્વ

.

દ્રૌપદીસ્વયંવર

પાંચાલ દેશના દ્રુપદ રાજાને દ્રૌપદી નામે પુત્રી હતી. એક ફરતા ચક્રમાં રહેલા લક્ષ્યને તેનું પ્રતિબિમ્બ જોઈને જે વીંધે તેને દ્રૌપદી વરાવવી એવું પણ કરીને તેણે સ્વયંવર રચ્યો. પોતાના પુત્ર પ્રદ્યુમ્નને એ કન્યા મળે તો જોવું, એ ઉદ્દેશથી કૃષ્ણ પણ કામ્પિલ્ય નગર ગયા. પાંડવો પણ કાપડીને વેષે ત્યાં આવ્યા હતા અને બ્રાહ્મણોમાં જઈને બેઠા હતા. દ્રુપદ રાજાએ મુકેલું પણ કોઈ પણ ક્ષત્રિયથી જીતી શકાયું નહિ. શ્રીકૃષ્ણ અને સાત્યકિ[૧] સમર્થ હતા છતાં ઉઠ્યા નહિ. દુર્યોધનનો મિત્ર કર્ણ ઉઠ્યો, પણ એ સૂતપુત્ર[૨] હોવાથી દ્રૌપદીએ તેને ધનુષ્યને હાથ લગાડવા દીધો નહિ. એટલે બ્રાહ્મણોને પોતાનું કૌશલ્ય દર્શાવવાનો વારો આવ્યો. અર્જુન લાગલો જ ઉઠ્યો અને જોતજોતામાં પણ જીતી લીધું. દ્રૌપદીએ તેને વરમાળા અર્પી અને એને લઈને


  1. એક યાદવ વીર; દ્રોણાચાર્યનો શિષ્ય
  2. બારોટ ચારણ જેવી એક જાતિ. કર્ણ વાસ્તવિક કુન્તીપુત્ર હતો, પણ કુન્તીને એને નાનપણમાં ત્યજેલો હોવાથી એને દુર્યોધનના દરબારની રાધા નામની એક ચારણીએ ઉછેર્યો હતો.


૧૨૧