પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

હતા, પણ એ પોતાને અર્થના દાસ ગણી કૌરવોનો અન્યાય અટકાવવાને અસમર્થ સમજતા, એટલું જ નહિ પણ એનો ત્યાગ કરવા માટે પણ એ સમર્થ ન હતા. એમને બધા દાદા તરીકે ગણતા. રાજ્યકારભારમાં કે યુદ્ધમાં એમની મદદ વિના દુર્યોધનને ચાલતું નહિ. છતાં દુર્યોધન એમની પાસે પોતાનું ધાર્યું કરાવી શકતો. એટલે દુર્યોધનના અન્યાયોમાં એની સહાય એ નિમિત્તકારણ ગણી શકાય. વિદુરનો રાજખટપટમાં કાંઇ હિસ્સો ન હતો. એમની સાધુતા અને જ્ઞાનને લીધે જ માત્ર એમને બે વાત પૂછવામાં આવતી; પણ એમને કશુંયે જવાબદારીનું કામ સોંપાયું ન હતું. ક્ષત્રિય તરીકેનું પણ એમને માન ન હતું. એ યોદ્ધાયે ન હતા. પણ એમનનામાં નીડરતાથી સત્યવચન કહેવાની ભારે હિમ્મત હતી. દુર્યોધન જે અન્યાય ચલાવી રહ્યો હતો અને પુત્રમોહને લીધે ધૃતરાષ્ટ્ર એને ટેકો આપ્યો જતો હતો, તે વિષે ધૃતરાષ્ટ્રને સમજાવી ફોસલાવી વિદુરે તેને અનેક રીતે ચેતવ્યો. મહાભારતના વિદુરનીતિ નામે ભાગમાં એણે ધૃતરાષ્ટ્રને આપેલી શીખામણનો સમવેશ છે. વ્યવહારમાં ધર્મનીતિ કેવી હોય અને કેવી રીતે જાળવી શકાય

૧૩૬