પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
યુદ્ધપર્વ

.

સમજ્યો નહિ. એ તને ખબર છે ને?" આ પ્રમાણે અધર્મી રાજાને દૂર કરાય કે નહિ એ વિષે તાત્ત્વિક વાદવિવાદ ચાલતો હતો, એટલામાં અર્જુન સાવધ થયો અને કૃષ્ણને પ્રતિજ્ઞા ન તોડવા સમજાવી પાછા રથમાં લઈ ગયો. ફરીથી રીતસર યુદ્ધ શરૂ થયું.


ભીષ્મનો
અન્ત

દશમે દિવસે પાછું અર્જુન અને ભીષ્મ વચ્ચે યુદ્ધ શરૂ થયું. તે દિવસે અર્જુનનાં બાણોની વૃષ્ટિથી ભીષ્મ વિંધાઈ ગયા. આ પ્રમાણે આ નૈષ્ઠિક, બ્રહ્મચારી, જ્ઞાની મહાત્માની જીવનલીલા પૂરી થઈ.



દ્રોણ
સેનાધિપત્ય

ભીષ્મ પછી દ્રોણાચાર્યને કૌરવોનું સેનાપત્ય મળ્યું. ત્યાર પછી ત્રીજે દિવસે અર્જુનનો પુત્ર અભિમન્યુ અતિશય વીરતા દાખવી રણમાં પડ્યો. તે રાત્રે અર્જુને પ્રતિજ્ઞા કરી કે બીજા દિવસના સૂર્યાસ્ત પહેલાં દુર્યોધનના બનેવી જયદ્રથનો વધ ન થાય તો પોતે ચિતામાં બળી મરે. બીજા દિવસે જયદ્રથનું રક્ષણ કરવા કૌરવોની વ્યૂહરચના મંડાઈ. પણ છેવટે પોતાની જ ગફલતીથી છેક સૂર્યાસ્ત સમયે તે માર્યો ગયો અને અર્જુનની

૧૪૧