પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉત્તરપર્વ

.

એટલે વિલાસી થયા. જુગટું અને દારૂનું છડેચોક સેવન કરવા લાગ્યા. દેવપિતૃની નિન્દા, પરસ્પર દ્વેષ દિવસે દિવસે વધવા લાગ્યા. સ્ત્રીઓની ઉપર નિર્લજ્જપણે અત્યાચાર કરવા લાગ્યા. આવી યાદવોની અવનતિ જોઇને કૃષ્ણને બહુ દુઃખ થયું. એ સ્થિતિ સુધારવા વૃદ્ધ વસુદેવ રાજાએ પુષ્કળ પ્રયત્નો કર્યો. દારૂ પીવાની મનાઇ કરી, પણ યાદવોએ છુપી રીતે તે વ્યસન ચાલુ જ રાખ્યું, અને એમનું ઉન્મતપણું કમતી થયું નહિ. આ સર્વ વિપરીત બુદ્ધિ વિનાશકાળની નિશાની છે એમ કૃષ્ણે જોઇ લીધું, એટલે પ્રવૃત્તિમાંથી તેમણે પોતાનું મન ઉદાસ કર્યું.

યાદવસંહાર

વિ.સં. પૂર્વે ૩૦૧૦ (અથવા ૩૦૨૮)મા વર્ષે કાર્તિક વદી ૩૦ને દિવસે સૂર્યગ્રહણ પડ્યું એ પર્વ નિમિત્ત કૃષ્ણે સર્વ યાદવોને પ્રભાસ તીર્થ જવાની સલાહ આપી. સ્ત્રી પુરુષ સહિત સર્વે યાદવો ત્યાં ગયા. ગ્રહણ છુટ્યા પછી ત્યાં એક મહોત્સવ થયો. સુરાનો પ્રતિબંધ અહીં લાગુ ન હોવાથી નાચ તાલ સાથે દારૂ પણ બેશુમાર ઉડ્યા. વાતવાતમાં ભારતીય યુદ્ધની સ્મૃતિઓ શરૂ થઇ. તેમાં વિરુદ્ધ પક્ષમાં ગયેલા યાદવો એકબીજાની જોડે વાદવિવાદે

૧૫૧