પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

ઇચ્છા ઉઠાવે છે. તે અકલ્યાણકારક ઇચ્છાને પાપી સોબતના મે'ણા અથવા ધમકીનું પીઠબળ હોય છે. એમ આપણે એના ભોગ થઇ પડી બીજું પાપ કરવા તૈયાર થઇયે છીયે.

પૃ.૧૨૯, લી.૧૬ : ભાઇઓની હોડ - એકત્ર કુટુંબનો કર્તાપુરુષ કુટુંબની મિલ્કતનો કેવળ વ્યવસ્થાપક જ નહિ, પણ માલિક; કેવળ મિલ્કતનો જ નહિ, પણ સર્વે કુટુમ્બીઓની શારીરિક સ્વતંત્રતાનો પણ - એ કૃષ્ણકાળમાં સામાજિક સ્થિતિ હતી એવું આ ઉપરથી સમજાય છે. જ્યાં ભાઇઓ પણ મિલ્કતમાં ગણાય ત્યાં સ્ત્રીની પણ એ જ દશા હોય એમાં નવાઇ નથી.


પૃ.૧૩૦, લી.૨૦ : દ્રૌપદીના વર - દ્રૌપદિનું ચરિત્ર એની વરયાચનામાં ઝળકી ઉઠે છે. એના પતિઓએ પુષ્કળ અપરાધ-અધર્મ કર્યો હતો, એના ઉપર સ્ત્રીજાતિ પર આવતું ભારેમાં ભારે સંકટ આણી મૂક્યું હતું, છતાં પણ તેથી એના પતિ પરના પ્રેમમાં એણે ન્યૂનતા ન આવવા દીધી. એ પ્રેમમાં હવે કુતરાના જેવી સ્વામીભક્તિ ન હતી, પણ એક સ્વતંત્ર સ્ત્રીની પતિ માટેની લાગણી હતી. હવે દ્રૌપદી પત્ની - એટલે કે દાસી કે મિલ્કતનો ભાગ- રહી નહિ, પણ મિત્ર બની. પુત્રનું કછોરૂપણું પણ માનો વાત્સલ્યપ્રવાહ રોકી શકતું નથી; દ્રૌપદીની પતિ પ્રત્યેની લાગણી પણ તેવા જ પ્રકારની હતી. પ્રેમની એ જ રીત છે. એક વાર જેને આપણે અંતરથી ચાહ્યો, તે ચાહને એના કોઇ પણ દોષ કે આપણો મોહ તલભાર પણ ઓછો કરે તો એ પ્રેમની કિંમત નથી.

૧૬૨