પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપાસનાની દૃષ્ટિએ સમાલોચના

.

મનુષ્યની સ્વાભાવિક ભોગવૃત્તિને મળતું ઉત્તેજન.

દેવ અને
ભક્તનો
સંબંધ

દેવ અને ભક્તની વચ્ચેનો સંબંધ અનેક પ્રકરનો હોઈ શકે : માતા કે પિતા અને પુત્રનો, બંધુત્વનો, મિત્રતાનો, પતિપત્નીનો, પુત્ર અને માતા-પિતાનો અથવા સ્વામી-સેવકનો. એમાં દેવને જેવા સંબંધી બનાવીયે તેના પ્રતિયોગી સંબંધીના ભાવ આપણામાં પ્રતિબિમ્બિત થાય, અને ધીમે ધીમે એ સંબંધનાં યોગ્ય લક્ષણો આપનો સ્વભાવ થઈ જાય. આપણે દેવને માતા-પિતા તરીકે ભજીયે અને જો આપણી ભક્તિ સાચી હોય તો આપણામાં આદર્શ પુત્રના ગુણો ઉતરે; - માતાના પુત્ર તરીકે જુદા અને પિતાના પુત્ર તરીકે જુદા. તે જ પ્રમાણે દેવને આપણે પતિ તરીકે માનીયે તોઇ આપણામાં સ્ત્રીત્વના ભાવ ઉપજવાના.

દેવ અને
ગોપી-ભક્તિ

જાર તરીકે ભજીયે તો તેવા પ્રકારની સ્ત્રીના હાવભાવ ઉતરવાના. ઉપાસનાભક્તિ એ મનુષ્યને પૂર્ણતાએ પહોંચાડવાનો યોગ છે. પુરુષને પૌરુષના વિકાસ અને સ્ત્રીને સ્ત્રીત્વનો વિકાસ એ પૂર્ણતા છે. પુરુષમાં સ્ત્રીત્વનો વિકાર કે સ્ત્રીમાં પુરુષત્વનો વિકાર એ અધોગતિ છે.

૧૭૭