પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અયોધ્યાકાણ્ડ

યુવરાજપદ

કેટલાંક વર્ષ આનન્દમાં ચાલ્યાં ગયાં. દશરથ દિવસે દિવસે ઘડપણથી અશક્ત થતા હતા. તેથી એમણે એક દિવસ પોતાના રાજ્યના વિદ્વાન બ્રાહ્મણો, માંડલિક ક્ષત્રિયો અને વ્રુદ્ધ પુરુષોની સભા ભેગી કરી અને રામને યુવરાજ નીમવા વિષે તેમનો અભિપ્રાય પૂછ્યો. સભાએ એકમતે પ્રસ્તાવ સ્વીકારી લીધો અને બીજે જ દહાડે રામનો યુવરાજ તરીકે અભિષેક કરવાનો નિશ્ચય કર્યો.

કૈકેયીનો કલહ

આ વખતે ભરત પોતાને મોસાળ હતો. કૈકેયીની એક દાસી મન્થરાને ભરતની ગેરહાજરીમાં એકાએક થયેલા આ ઠરાવથી કપટનો વહેમ ગયો. એણે પોતાનો વહેમ

૧૧