પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

સીતાએ પોતાના વસ્ત્રનો છેડો ફાડી તેમાં થોડા અલંકારો બાંધી તે વાનરો તરફ ફેંક્યો.

નદી અને પર્વતો ઓળંગી, સમુદ્રને પાર કરી, રાવણ ઝપાટાબંધ લંકામાં આવી પહોંચ્યો. પછી તે સીતાને પોતાની સર્વ સમ્પત્તિ બતાવી પટરાણી થવા લલચાવવા લાગ્યો. પણ રામ જેવા સિંહની પત્ની એ એક ચોરને ગણકારે ? એણે કઠોર શબ્દોથી રાવણનો તિરસ્કાર કર્યો. તેથી રાવણે એને એક વર્ષની મહેતલ આપી, અને તેટલા વખતમાં ન સમજી જાય તો એના ટુકડા કરી ખાઇ જવાની ધમકી આપી. અશોક નામે એક વનમાં રાક્ષસીઓના સખ્ત ચોકી પહેરામાં એને રાખવામાં આવી.રામમાં પૂર્ણ ભક્તિવાળી અને એનાં પરાક્રમ તથા શૌર્યમાં શ્રધ્ધાવાળી સીતા એ ધીરજથી આ દુ:ખના દિવસો કાઢવા હિમ્મત બાંધી.

રામનો શોક

આ તરફ રામ અને લક્ષ્મણ પાછા ફર્યા ત્યારે સીતાને ન જોઇ અતિશય ગભરાયા. રામનો શોક તો કેમે કર્યો માય નહિ. 'સીતા, સીતા' કરતા એ ગાંડા થઇ ગયા. ઝાડ, પાન, પશુ, પક્ષી સર્વેને સીતાના સમાચાર પૂછવા લાગ્યા. લક્ષ્મણે રામને ધૈર્ય ધારણ

૩૪