પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કિષ્કિન્ધાકાણ્ડ

.


પછી સર્વે મળી વાલી જ્યાં રહેતો હતો તે કિષ્કિન્ધા તરફ ચાલ્યા. સુગ્રિવે વાલીને યુદ્ધ કરવા બહાર બોલાવ્યો. વાલી તરત જ બહાર આવ્યો. ગામ બહાર ચોગાનમાં બન્ને ભાઇઓનું યુદ્ધ શરૂ થયું. રામ એક વૃક્ષ પાછળ રહી દૂરથી આ યુદ્ધ જોયા કરતા હતા. સુગ્રીવ યુદ્ધમાં હારવા લાગ્યો, પણ બન્ને ભાઇઓ રૂપમાં સરખા હોવાથી, એ સુગ્રિવ છે કે વાલી, તે રામ વર્તી શક્યા નહિ; તેથી કદાચ સુગ્રીવ માર્યો જાય એ બીકથી રામે બાણ મૂક્યું નહિ. આથી સુગ્રીવને નાસી આવવું પડ્યું. પછી ઓળખાણ માટે પીળાં ફુલોની માળા ઘાલી સુગ્રીવ પાછો યુદ્ધ કરવા ગયો. રામ, લક્ષ્મણ, હનુમાન વગેરે ઝાડની પાછળ સંતાઈ બે ભાઇઓની કુસ્તી જોવા લાગ્યા. સુગ્રીવ વળી હારવા લાગ્યો. ત્યારે રામે વાલી પર બાણ છોડી એને જમીન પર પાડ્યો. એ પડ્યો પણ મર્યો નહિ. રામ અને લક્ષ્મણ એની પાસે ગયા. વાળીએ રામને ઠપકો આપી કહ્યું :"હે રામ, તમે સત્યાચરણી, પરાક્રમી, ધર્મશીલ, તેજસ્વી અને સન્માગે જનારા કહેવડાવો છો, છતાં હું બીજા સાથે યુદ્ધ કરવામાં રોકાયેલો હતો તેવામાં એક બાજુ ભરાઇ જઇ તમે મને બાણ માર્યું એ વાત
૪૧