પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સુન્દરકાણ્ડ

સીતાની શોધ

ભારે સાહસ ખેડતો હનુમાન દરીયો ઓળંગી લંકામાં જઈ પહોંચ્યો. રાવણની રાજ્યધાનીમાં જઇ એણે ઠેકાણે ઠેકાણે સીતાની શોધ કરી. એ રાવણનું અન્ત:પુર પણ શોધી વળ્યો, પરંતુ કોઈ પણ ઠેકાણે સીતાનો પતો લાગ્યો નહિ. છેવટે તે અશોકવનમાં આવી ચઢ્યો. ત્યાં ભયંકર રાક્ષસીઓથી રક્ષિત એક મકાનમાં એણે સીતાને જોઈ. એની સ્થિતિ દયામણી હતી. એણે એક પીળું મલિન વસ્ત્ર પહેર્યું હતું; અપવાસથી એનાં ગાત્રો કૃષ થઈ ગયાં હતાં; એના હ્રદયમાંથી વારંવાર નિસાસા નીકળતા હતા; એના શરીર ઉપર સૌભાગ્યનો એક

૪૬