પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉત્તરકાણ્ડ

વાલ્મીકિનું રામાયણ આટલેથી પુરૂં થાય છે. રાજા તરીકે રામચંદ્રની હકીકત ઉત્તરકાણ્ડ નામે રામાયણના છેલ્લા પ્રકરણમાં આવે છે, પણ તે આખો કાણ્ડ પ્રક્ષિપ્ત છે એવો વિદ્વાનોનો મત છે. તો પણ એની પ્રસિદ્ધિને લીધે એ ભાગ પ્રમાણે રામના જીવનની હકીકત અમે આપીયે છીયે.

સીતા-વનવાસ

આગળ જતાં સીતાને ગર્ભ રહ્યો ત્યારે કુટુંબમાં ઘણો આનંદ થયો. એક દિવસ સીતાએ રામને આ પ્રસંગ નિમિત્તે ગંગાતીર પર રહેનારા બ્રાહ્મણોને વસ્ત્રો ભેટ કરવાની ઇચ્છા દર્શાવી. રામ તરત જ એને મોકલાવાની વ્યવસ્થા કરવાનું વચન આપી રાજ -

૬૧