પૃષ્ઠ:Ranjit - A Sanskrit and Gujarati Dictionary.djvu/૧૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડ કરતા તકલીફ આવી હતી.પ્રસ્તાવના .

આજ દીવશ સુધીમાં આવો કોઇ પણ ગ્રંથ બાહેર ન પડવાથી, સંસ્કૃતના અભ્યાસિઓને અડચણ પડતી હતી એટલું જ નહીં, પણ જે વખતમાં ગુજરાતી ભાષાની અપુર્ણતાને (લીધે) સંસ્કૃત શબ્દો વાપરવાનો રીવાજ વધતો જાય છે, તે વખતમાં હરકોઇને આવા ગ્રંથ વગર (કેટલી) અડચણ પડતી હશે તેનો વાંચનારે શેહેજ વિચાર કરવો. મારો પણ એ માટે (ઘણાં) દિવશ થયા વિચાર હતો, ને એમાટે મને આપણ સુજ્ઞ ડાક્તર મી. ધીરજરામ (---) ની તથા શેઠ ત્રીભોવનદાશ રતનજી મોદીની પુર્ણ ઉસ્કેરની હતી, પણ કેટલીક અડચણને લીધે મારાથી બની શકતું નહીં હતું. મુખ્ય અડચણતો ગુજરાતી અને સંસ્કૃત જા(ણનારા) શાસ્ત્રીની હતી, જેમાટે હું ઘણીવેળા નીરાશ થયો હતો, પણ આ અડચણને માટે એ(મ) અટકી રહેવું ન જોઇએ, એમા મારા કેટલાએક મિત્રોનો આગ્રહ થયાથી તેઓએ મને (---) શાસ્ત્રી સંકરલાજીનો સમાગમ કરાવ્યો. એ શાસ્ત્રીનું સંસ્કૃતમાં સંપુર્ણ જ્ઞાન, આવા (---) માટે તેનો સ્વભાવિક ઉમંગ, અને તેની સાથે તેનો સરસમા સરસ ગુણ જે તેની નમ્રતા અને ગર્વરહીતપણું તે જોતાંવારનેજ મને જે આનંદ થયો, તે કંઇ જેવો તેવો ન હતો. હું જે (---) ખોટી થયો તેનો પસ્તાવો થવાને બદલે મને સંતોષ થયો, કારણ મેં ઉતાવળ કરી હોત તો ખચીત હું આજના જેવું સંતોષ દાયક કામ કરી શકત નહીં.

આ કોશમાં મેં બનતાંસુધી ઘણા અને વારંવાર ઉપયોગમાં આવે તેવા શબ્દો દાખલ (કર્યા છે) જેથી સંસ્કૃત શિખનારા ગુજરાતીવોને, બીજા ગ્રંથ વાંચનારાંઓને, બીજા કોશની ગરજ (---) એમ મને ખાતરી છે.

(---) આ ગ્રંથ એશીઆટીક છાપખાનાના અધીપતી મી. નારાએણ સાજબા(---) ( ---) લઇને તથા ઘણી ઉતાવળ કરીને મુદ્દતની અંદર સફાઇથી તથા ચાલાકીથી કરી આપ્યા તેથી તેવોનો હું ઘણાંજ સંતોષથી ઉપકાર માનું છું

મુંબઈ તારીખ ૧ ઓકટોબર શને ૧૮૯૧ ઇસવી

ગ્રંથકર્તા (---)હ્મ (---)પડાં,