પૃષ્ઠ:Rasataragini.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦


આજ તો કવિની એ કાવ્યસરણિએ પોતાનું વહેણ બદલ્યું છે. મને તો તાજ્જુબી જ થયા કરે છે કે આ તે શો ૫લટો !

હું તુલના કરવા નથી બેઠો. કયો શબ્દપ્યોગ શાસ્ત્રીય નથી કે કઈ પંક્તિમાં અલંકારનો દોષ છે; અગર કઈ કલ્પના કવિ કાલિદાસ કે શૈલીનું સ્મરણ કરાવે છે, એ બધી ઝીણવટ મારી દૃષ્ટિમાં નથી. હું વિવેચક નથી, પૂજક છું. કેવળ સત્કાર જ કરી રહ્યો છુ.

નાનાલાલથી માંડીને છેક રાયચુરા સુધી રાસનો એક યુગ પ્રવર્ત્યો ગણાય. ગુજરાતણના તલપતા કંઠમાં સ્વર મૂકનાર આપણા નાનાભાઈ. એ સમયે તે જમાનો બદલાતો હતો, મહિનાના પંદર દિવસ સુધી આકાશના ચંદ્ર, તારાઓ આતુર હૈયે જાણે રાસડા સાંભળવા વાટ જોઈને બેસી રહેતા. પણ અમારી ગુજરાતણ બહેનોને ગળેથી ગાન ઊતરી ગયાં હતાં; રાત્રિએ ગુજરાતનાં જ્યોત્સ્નામય આંગણાં ગાજતાં બંધ પડેલાં. ધરતીને ધણધણાવનારા ધીંગી ગુજ રાતણોના કદમ ધીરે ધીરે સપાટ, સ્ટોકીંગ કે સ્લીપરમાં સંતાઈ જવા લાગ્યા. મુંબઈ અમદાવાદના પાણીએ, વિલાસ અને અભ્યાસે અમારી તરુણીઓના દેહ દુર્બળ બનાવી દીધા, સુરખી લૂંટી લીધી અને કૈંકને હૈયે તો જગતની જ્વાળા અડકી ગઈ એ રીતે અસલી રાસડાનો ધીંગો યુગ ત્યારે આથમી ગયો હતો.

તે ખુવારીનો અને આત્મવિસ્મરણને ટાણે આપણો કવિ દેખાયો. ગાઈ તે ન જાણે પણ ગવરાવી શક્યો; જૂની રાગિણીને નવા સ્વાંગ પહેરાવ્યા; રસિકો અને રસિકાઓને ફરી નાચતાં કર્યાં.

પણ આખરે એ તો આકાશવિહારી ! 'ધૂમકેતુ' સમો મનસ્વી. એનાથી પસ્તી ઉપર ઉતરાયું નહિ. એનાથી જગત વાસીઓનાં હૈયાં ઉકેલાયાં નહિ. એણે તો કેવળ કોયલની, ચંદ્ર