પૃષ્ઠ:Rasataragini.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧

સૂરજના, ચાંદરડાનાં અને ઉષાસંધ્યાનાજ ગીતો ગાયાં. જગત પર જે ઘોડાં પાંખાળાં હતી તે જ એના રાસ-ગગનમાં પહેાંચી શક્યાં, બીજાં હજારો રસતરસ્યાં રખડતાં રહ્યાં. કવિને પગલે પગલે ચાલીને જેણે જેણે રાસ ગવરાવવાની અજમાયશ કરી, તે તમામની અંદર મને એ જ મૂંઝવણ ભાલૂમ પડી. રાસનાં ચોગાન ધીરે ધીરે સાંકડાં જ બનતા ગયl. આખરે, જેમ આપણાં ગામડાં, ગામડાં મટીને શહેર બનવા લાગે ત્યારે આંગણાં 3ોડીને અગાસીએ જઈ ચડે, તેમ રાસડાઓ પણ રાસડા મટીને રાસ બન્યા, આંગણાં છોડીને અગાસીએ ચડ્યા, તાળીઓના તાલ ત્યજીને તબલાની પાસે જઈ બેઠા અને શરણાઈનો સંગ છોડી ઈસરાજ અમર હારમોનિયમની સાથે હળ્યા.

ધરતીના રાસ કરી પાછા કયારે ગવાશે ? એવી અગોચર ઝંખના આપણા દિલમાં રહ્યા કરતી. આજે જાણે આકાશ અને ધરતી બન્નેનાં મીતનું મિલન આપણાં બોટાદકરના રાસમાં દેખાવા લાગ્યું છે, એથી સ્હેજે આશા બંધાઈ જાય છે કે કદાચિત રાસનો નવયુગ આ કવિને હાથે જ મંડાવાનો નહિં હોય ! એણે તો ” જનની 'નાં, ” ભાની “નાં, “ નણંદ'નાં અને “દેવર'નાં સ્મરણો ગાયાં છે. "મહિવર” ની મીઠાશ સંભારવાની સાથે સાથે “સાસુ"ની સુવાસને એ ભૂલ્યા નથી. એણે "મોસાળ" ની મોંઘાઈઓ પણ મેલી નથી. મુજરાતની તરુણીએાના રસનો ઈજારો કેવળ "વાલ્યમ"ના જ હાથમાં નથી હોતો. ઈતિથી અત્યાર લગી ઘણે ભાગે તે રાસ રમનારી, એક “વહાલા" ની પાછળ જ ઘેલી બનતી.

ગુજરાતણોના જીવનરસમાં દેવરનણંદનો કે ભાઈભોજાઈનો કેટકેટલો હિસ્સો છે! સંસારમાં સ્ત્રીહદયની અંદર સ્નેહ પૂરનારાં પરિવાર–જનો જાણે લગભગ વિસારે પડેલાં હતાં. કવિતાના જીવન- માંથી એ બધાનું આસન ઉપડી ગયું હતું. આ જ સત્ય જગતની