પૃષ્ઠ:Rasataragini.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧ર

માફક, કાવ્ય-જગતમાં પણ કેમ જાણે અવિભક્ત કુટુંબની પ્રથા ભાંગી પડી હેાય ! બેટાદકરની નેમ તો “અમરગંગાને આભથી ઉતારવાની” જ હશે l અમરગંગામાં એકલા નહાવાને માટે, “ આભમાં!” ઊઠી જવાની નહિ ! એટલે જ એમની “તરંગિણીને આરે આજ આખો કટુંબ- સમુદાય ભેળો મળ્યો છે.

જૂના રાસ-યુગની રેણુ હજી આ કવિ છેક ખંખેરી નાખી નથી શકયા. એની “ સખીઓ ” મળીને ગાય છે, તેમાં પણ કેવળ અભિલાષા છે. આકાશમાં બાચકા ભરવાના એ અભિલાષો છે. “ શું કરશું અને શું નહિ કરીએ ? ' એ સમસ્યામાં પડી જનારી સહિયરો કશુંયે સ્પષ્ટ કરી શકતી નથી. પાગલ બનીને જાણે પ્રકટ કરવા તલખે છે. આખરે તે “ચંદા'ની, રજની'ની, “કુંજનિકુંજો'ની કે નવી કોઈ “કયારીઓ'ની કલ્પના કરીને જ વિરમે છે. એવી જ દશા, પોતાની “જનની “ના ગુણગાન કરનારી કોઈ નાની દીકરીની થવા લાગી છે. માતાની “મીઠાશ' સમજાવવા માટે એને “મધુ” અને “મેહુલા "ની સરખામણી કરવી પડે છે. છતાં એ સરખામણીમાં જે સ્વાભાવિકતા છે, તેની જોડ જડવી કઠણ પડે છે. “દેવોને દૂધ એનાં દોહ્યલાં” કહીને તે કવિએ કૈંક માતૃહીનોનાં હૈયાં ઉચકાવ્યાં હશે ! તો યે-તો યે “ જનની 'ના રાસમાં દીકરીને કેવળ એવી ચાર છ કલ્પનાથી જ પતાવવું પડે છે.

“ જનની 'ને જોયા પછી, આવો 'માતૃગુંજન' ને કાન માંડીએ. અહીં કવિની તુલનાક્ષક્તિ યે તૂટી પડે છે, કલ્પના યે શરમાઈ જાય છે. અહીં તે જાણે શબ્દભર્યો કોઈ રાસ નથી; એ તો ચિત્રોની પરમ્પરા છે. પંક્તિએ પંક્તિએ કેવળ ચિત્રો ખડાં થાય છે. રઘવાયી બનેલી માતા આમ તેમ દોડતી, ચીસો પાડતી નજરે દેખાય છે. ઘુમટામાં છુપાયેલું, આંસુથી ભીંજાયેલું, આણું વળીને જતી એ લાડકવાયી દીકરીનું મોં, આવા રંગ પૂરીને તો