પૃષ્ઠ:Rasataragini.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૩

જાણે હજુ કોઈએ આલેખ્યું નથી ! કવિ પોતે જાણે બાજુ પર ખસી જાય છે, માતાને જ ગાવા અને રોવા દે છે, કે

“ દુખ ભર્યું હજી દાંતમા રે -ને નાપયાં નાખ્યા.”

એ રાસ પર વપુ વિવેચન સાં ।

” સંદેશ ” અને “ આણાં" ની અંદર કવિએ દૂધાળા દાંતવાળી દીકરીનું હૈયું ઉધાડ્યું છે. એક જ શહેરમાં પિયર અને સાસરું જેને હશે તે બહેનને આ બે રાસની માાશ નહિ જડે. રેલગાડીમાં બેસીને મહિને મહિને માવતર દોડી આવનારી શહેરી તરુણી આ પક્તિઓમાં પોતાના અંતરનું આક્રંદ નહિ જોઈ શકે. આ ગીત તો મારી ગામડીઅણ બહેનોનાં હૈયામાંથી જ ગરજી ઊઠે, જેણે માવતરના લાંબા વિયોગ ભેાગવ્યા હોય, અને જેને સાસરિયાને ઘેર બે આંસુ પાડવા જેટલી યે એકાન્ત ન જડે. માની ગોદમાંથી તાજી ચાલી આવેલી કન્યા તો “સંદેશ” જ મોકલાવે-પણ જેમ જેમ જમણ જાય, અને વરસ જેવો પહેલો માસ વીતવા આવે, તેમ તેમ દીકરી સંદેશ દેતી બંધ પડે, પિયરમાં જનેતા ઝૂરતી હશે એ કલ્પના ખૂટે, અને કઠોર કલ્પના આવે કે,

".……………મુજને ભૂલી માત જો”
“બાપુને અંતરથી છૂટીબેલડી."

ત્યાં તો “વગડા વીંધીને વેલ્ય” આવી, ઘુઘરીએ ધમધમતા ઘોડલા ' માન્યા, “માવડીએ આણાં મોકલ્યાં, ' દીકરીના અંતરની આશા વળી.”

પિયરિયાંને ભળવા તલખી રહેલી પરિણિતા પિયર પહોંચે, સખીઓનાં અંતર એક બીજા પાસે એકાંતમાં ઊઘડે અને લગ્નની એ “ રૂપાળી રાત ” સાંભરે. એ રૂપાળી રાત, જે રાતે “અાંખડી ઉજાગરે ઘેરાતી,” “ સખીઓનાં ગીત ગાજતાં, ” અને સૂરજશશીની સાક્ષીએ “ ભૂજવા પ્રાણ” જેાડાયા હતા, “હાથમાં હાથ હીંચ્યો હતો,