પૃષ્ઠ:Rasataragini.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૪

કેવળ હાથે જ નહિ પણ “કાળજેય કોલ લીધા-દીધા' હતા, “આંખથી આંખ મેળવી હતી.” કવિ મૂંઝાય છે ! રે, કિશોરી મૂંઝાય છે. એને માત્ર એક જ વાત કહેવી હતી કે એ રૂપાળી રાત્રિએ અમે “અભેદ લીધા.” આપણે પણ કવિની સાથે રહીને દુવા દઈએ કે,

“રહેજો અખંડ તારે આંગણે રૂપાળી રાત.”

લગ્નની રાત્રિના આવા અણમવાયલા રાશ આજે બેાટાદારે ગાયા, ગવરાવ્યા. ન્હાનાલાલ તો એની નિગૂઢ ભાષામાં એ અમર રાત્રિનાં સ્મરણો ગાવા બેઠા, પણ એમના હતાશ હૈયામાં એ ગીત અરધે આવીને ભાંગી પડયું : “ એવા એ દિવસોનાં શમણાં વહી ગયાં.” બોટાદકરની નવ-વધુના તનમનાટ એમ વહેલા વહેલા તે શાના સમે ? એને તે વાત્સલ્યનાં વેણ સાંભરવા લાગે. એનાથી કશુંયે દિલમાં દાબ્યું દબાય નહિ. પોતાની સહિયરની પાસે વહાલાનું વેણે વેણ એ કહી બતાવે.

હિન્દુ સમાજમાં દેવરભોજાઈ વચ્ચેની પ્રીત કાંઈ છાની નથી. એ સંબંધમાંથી તો ગીતની ધારા છુટે. કોઈ આધુનિક કવિ એ બીનાને અડક્યો જણાયો નથી. ભોજાઈના મનોભાવમાં ઊંંડા ઉતરેલા કોઈ બેાટાદકરને જ આવી પંક્તિઓ સ્ફુરે છે,

"એને નાનીશી લાડકી લાવશું,
“એના કુમળા પૂરશું કોડ રે,
“દેરીડો સખિ ! મનમીઠડો !

ભોજાઈને હૈયે આથી ઊંંચા તે બીજા ક્યા કોડ ઉછળે !

દેરને કૈં કૈં લાડ લડાવતી, હાંસી કરતી, મસ્તીખોર ભાભી “નણદી" ને સંભારતાં જ કેવી દીન બની જાય છે! ભાવ પલટી નાખે છે ! “ રાસતરંગિણી'નાં વાંચનારાં નણદીના કોમળ સ્વભાવને ઓળખે છે ! ઘડી ઘડીમાં એાછું આવી જાય, વેણવેણમાં