પૃષ્ઠ:Rasataragini.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૬

પીંજરામાં પડેલી યુવતીને 'મામીની મનહર મહેમાની' સાંભરે, 'સુખની સીમડી' દાદીમા સાંભરે, હસીને પંપાળતાં એ દાદીમાના 'હળવા' હાથ પણ સાંભરે. “મહિયરથી યે મોંઘાં, માતાનાં મહિયર“ કોને ન સાંભરે ?

સાસુની કટુતાઓને પણ વિસરાવી દેવાની શી આ કવિની કળા l એણે તે એ કાંટાભર્યા સંસાર–વનમાં સાસુને કેરી બતાવનારી કહી, “એની મોટપ કેમ મપાય !” કાઈ બહુ જ સુખીયા ઘરસંસારને ઉમરે કવિ બેસી આવ્યા હશે ! નહિ તે એવું તે કયાંથી ગવાય કે,

"સખી સાસુ તણાં સુખ શાં કહું રે !”

રાસ સાંભળનાર એક વાર તો જરૂર સાસુ પ્રત્યે પ્રેમથી ઉભરાતું અંતર લઈને જ પાછું વળે l કવિએ આર્ય સંસારનું અતિ સુખમય ચિત્ર આલેખ્યું. દીકરીઓને અંતરે આવા રસ સીંચાય, એટલે સંસારની અર્ધી કડવાશ તો ત્યાં ને ત્યાં આપોઆપ એાછી થાય.

એક પછી એક રાસની અંદર નારી-જીવનની ક્રમાનુસાર ભૂમિકાએ બતાવી છે. માવતરને આંગણે કોઈ કિશોરી, “સખીઓને” સાથે રાખી નિશ્ચિત મને રાસડા લે, આંબાને છાંયડે રખડતી રખડતી ઊચે બેઠેલ કોયલને એ કન્યા “ એક જ કુહૂ ” કરવાનું કહે ! એને ભય છે કે જાણે “ કાલ વસંત વહી જશે રે!” જીવનની વસંત કેમ જાણે બેસી ગઈ હોય ને અંતરની આમ્રધટામાં યૌવનની મંજરીઓ મહેકતી હોય !

એ અવસ્થાને દ્વારેથી ચાલી નીકળેલી કિશોરીને આપણે બરાબર નિરખ્યા કરીએ ! એની પરણેતર, આણાં, રૂપાળી રાત, દેવર, નણંદ, સાસુ-જીવતરનાં એ સહુ વીતોકોની કડવી મીઠી લહાણ લેનાર,