પૃષ્ઠ:Rasataragini.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૭

યૌવના “ ભાઈબીજ 'ની એક જ રાત ભાઈની સાથે વાતમાં વીતાવી ચૂકી. અંતરમાં અનેક ઓરતા હતા, ૫ણ એકેય ન કહી શકી. ભાઈને વળાવીને "સારિકા પાછી પીંજરે પેઠી.” એ છેલ્લા ઉદ્ગારોમાં આપણે એને બે ત્રણ વરસની વિવાહિત રૂપે ઓળખીએ છીએ, એના “ભીતરના ભડકા” આપણે ભાળી શકીએ છીએ. આપણાથી નિઃશ્વાસ મેલાઈ જાય છે. ગૃહસંસારનાં ગુપ્ત કલ્પાંતો આપણને હતાશ કરી મેલે છે તેટલામાં તો એ કટુ જીવનની અંદર મીઠાશ ગાતી ગાતી “સરિત્સુદરી"ને “ડુંગરદાદા 'ના ખેાળામાંથી ચાલી આવતી આપણે જોઈ લઈએ. એ સરિતાની આત્મકથામાં આપણે આર્ય સુંદરીનાં મંથન, એણે માંડેલી વસમી મુસાફરી, માર્ગે મળેલા લૂંટારા, ઉરમાં ઊગેલા સંદેહો, ને આખરે એ કસાયેલી, તવાયેલી આર્ય રમણીની ટેક તપાસીએ. “સરિત્સંદરી" નું રૂપક તે અખંડ છે, અતિ સ્વાભાવિક, છતાં સાદું છે. એવી શબ્દ-રચના સહેલ નથી.

પોયણીનાં અને વાદળીના રૂપક પણ બહુ બંધબેસતાં બનાવ્યાં. પ્રકૃતિની એ પુત્રીઓ પણ કેમ જાણે પ્રાણવંતી માનવ–પુત્રીઓ હોય!

પોતાની “તરંગિણી" ને આજ તો આટલે સુધી લાવીને જ, કવિ વિરમી જાય છે, એની સુંદરી પોતાના સ્વામી સાગરની સમીપે થંભી જાય છે, ત્યાર પછી શાં શાં ગીતો અંતરમાં નહિ ઊઠ્યાં હોય! “ ભાઈબીજ"માં જેને ઉલ્લેખ થયો છે એ બધા અંતરના “એારતા” આજ તો અવ્યકત જ રહ્યા ! જાણે હજુ એ રમણીને વ્યકત કરવાનો વખત જ ન મળ્યો! બેાટાદકરની પાસે આવીને એક વાર હજુ એ “તરંગિણી” એ બધાં વીતકો કહી જવાની, ને પછી બેાટાદકર આપણને પણ કહી બતાવવાના. હજુ તો એ રમણીના પેટમાં આશા નથી રહી. એનl સીમંત ઉજવાશે, એના પુત્ર-જન્મની વધાઈઓ ગવાશે, હજુ તો એ બાળકનાં હાલરડાં