પૃષ્ઠ:Rasataragini.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૯

વિના કવિતાના આ રાજ-દરબારની અંદર બોટાદકરનો ને ગામડિયણ ગાયિકાને આજે ચરણ ચૂમીને સત્કારીએ છીએ.

ગામેગામની કન્યાશાળાઓમાં આ “ તરંગિણી ” કયારે પહોંચી વળે, ને કન્યાઓના કંઠમાં રાસડાનાં તાન કયારે જગાવે ! કન્યાકેળવણીનાં નિરાળાં પુસ્તકો બનાવ્યાં બનવા મુશ્કેલ છે. એ તો આપોઆપ જ કોઈ કોઈ બોટાદકરના કંઠમાંથી ઝરી પડવાનાં.

આજ આર્યાવર્તનો યુગ પલટે છે; અને યુગ પલટે છે ત્યારે શું શું ન પલટે ? ભાષાનો પલટો તે પહેલાં જ હોય. આયર્લેંડનાં પહેલાં બંધન ફેંકનાર એની પુરાણી ભાષા. આજ આપણી ગુર્જર કવિના મુઠ્ઠીભર માનીતાઓના હાથમાંથી વછૂટીને સહુ ગુર્જર સંતાનોને સાદ કરવા ચાલી છે. એક સાદ બેાટાદકરની આ “રાસતરંગિણી"; બીજો સાદ તો હવે પડે ત્યારે'

સન ૧૯૨૩

ઝવેરચંદ મેઘાણી