પૃષ્ઠ:Rasataragini.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
<poem>રાસ

( શંકરાભરણ )

આજ અલબેલડી, વિમળ રસવેલડી, સકળ સાહેલડી રાસ ખેલે; ગગન ગર્જાવતી, પ્રણય પ્રકટાવતી પ્રમદ વર્ષાવતી વિશ્વ રેલે...... આજ ૦

અજબ અવરોહ અવરોહ સંભભ્રમભરી, કમવિવશ ધરણિતલ ચરણ ધરતી; તાલકૃતલાલિમાલસિતકરતલવતી, કુંકુભર ભવ્ય આહલાદ ભરતી...... આજ૦

ગાનરસલીન ભવભાન ભૂલી જતી, સહજ ભૂલાવતી શ્રવણસંગે; નવલ રસનિર્ઝરે જગત નવરાવતી, સ્નાતિ શ્રમશીકરથી આપ અંગે...... આજ૦

પુણ્ય પ્રણયે ભર્યા અવનવાં કવન કૈં, અંતરે અમિત બલથી ઉછળતાં; કંઠે કંઠે, કંઈ હૃદયમાં રહી જતાં, ભાગ્યભર વદન વસી ભવન ભરતાં...... આજ૦

મધુર 'મહિયર'તણાં મિષ્ટ 'માડી'તણાં, રસિક 'વાલ્યમ' તણાં સ્મરણ છૂટે; અંગ રોમાંચ ને કંઠ રુન્ધન કરે, નયનમાં નીર પળ એક પૂરે...... આજ૦

મનગતિ મલપતો, સ્વર સુભગ ઝીલતો, અનિલ ઘર–ઘર જતો ગાન ગાતો;