પૃષ્ઠ:Rasataragini.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯

મ્હોરી લતા કંઈ માંડવે રે,
મીઠો અાંબલિયાનો મ્હોર રે, કોયલ બહેની ! એક૦

વન વન વેણ વિહંગનાં રે,
ઘર ઘર ગાજતાં ગાન રે, કોયલ બહેની ! એક૦

સૂનાં લાગે સહુ એ સખિ ! રે,
પંચમ વિણ નહિ પ્રાણ રે, કોયલ બહેની ! એક૦

આજ કળી ઉઘડી રહે રે,
ઉઘડે અબોલણ ઉર રે, કોયલ બહેની ! એક૦

અંતર એમ ઉધાડજે રે,
સંતાડ્યા છેડજે સૂર રે, કોયલ બહેની ! એક૦

અાજ રહે ક્યમ રૂસણાં રે,
આજ થવાં શાં ઉદાસ રે, કોયલ બહેની ! એક૦

ઊભી સખી આવી અાંગણે રે,
પ્રેમનો કરજે પ્રકાશ રે, કોયલ બહેની ! એક૦

કાલ્ય વસન્ત વહી જશે રે,
આભમાં ઉડશે આગ રે, કોયલ બહેની ! એક૦

આવશે મેઘ આષાઢનો રે,
વીજળી પામશે વાજ રે, કોયલ બહેની ! એક૦

દાદુરનાદ ડરાવશે રે,
ઝિલ્લી તણા ઝણકાર રે, કોયલ બહેની ! એક૦