પૃષ્ઠ:Rasataragini.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨

<poem>

વીરા મારાની મયુર મોરલી રે લોલ, નવલા એ રાગ વહે નિત્ય રે. ભાભીના૦

છોડી પિયરની એણે પાલખી રે લોલ, મૂકી માયાભરી ભરી માત રે. ભાભીના૦

વહાલાંને સંગ કર્યો વેગળો રે લોલ, મારા એ બન્ધવાને માટ રે. ભાભીના૦

સહિયરને સાથ ત્યજ્યો સામતો રે લોલ, દાદાનો દૂર કર્યો દેશ રે. ભાભીના૦

ખાંતનાં ભરેલ ત્યજ્યાં ખેલણાં રે લોલ, છોડ્યો બાળાપણ વેશ રે. ભાભીના૦

સાધી શકે ન અમરસુન્દરી રે લોલ, એવો અમેાલ એનો ત્યાગ રે. ભાભીના૦

શાં શાં તે મૂલ એનાં અાંકીએ રે લોલ, શાં શાં સમર્પીએ સોહાગ રે. ભાભીના૦

એને માડીનો સેાહે મોડિયો રે લોલ, રૂડાં દાદાજીનાં રાજ રે. ભાભીના૦

વહાલ અખંડ મારા વીરનું રે લોલ, લાખ ટકાની કુળલાજ રે. ભાભીના૦

એને મંદિર, એને માળિયાં રે લોલ, સોળે સજાવું શણગાર રે. ભાભીના૦